સુરતમાં ફોરેસ્ટ ઓફીસરની ધમાલ, પોલીસે તપાસ કરતા ખુલી ગઇ મોટી પોલ
નકલી સરકારી અધિકારી બની રોફ મારવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે કતારગામ પોલીસે બનાવટી વન અધિકારીની ધરપકડ કરી છે. પોલીસને કંટ્રોલરૂમમાં માહિતી આપવામાં આવી હતી કે, કતારગામ જનતાનગરના પાળા ખાતે પોલીસ જેવા કપડા એક વ્યક્તિ માથાકૂટ કરી રહ્યોં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તે વ્યક્તિની અટકાયત કરી હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી જેનીશ શાહે કોઈ વિવાદમાં સમાધાન કરવા મૃતક પિતરાઈ ભાઇનો ફોરેસ્ટ ઓફિસરનો ગણવેશ પહેર્યો હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ખાખી કપડામાં એક પોલીસ અધિકારી લાલ જુતા અને પોલીસનો પટ્ટો પહેરેલો હતો.
સુરત : નકલી સરકારી અધિકારી બની રોફ મારવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે કતારગામ પોલીસે બનાવટી વન અધિકારીની ધરપકડ કરી છે. પોલીસને કંટ્રોલરૂમમાં માહિતી આપવામાં આવી હતી કે, કતારગામ જનતાનગરના પાળા ખાતે પોલીસ જેવા કપડા એક વ્યક્તિ માથાકૂટ કરી રહ્યોં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તે વ્યક્તિની અટકાયત કરી હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી જેનીશ શાહે કોઈ વિવાદમાં સમાધાન કરવા મૃતક પિતરાઈ ભાઇનો ફોરેસ્ટ ઓફિસરનો ગણવેશ પહેર્યો હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ખાખી કપડામાં એક પોલીસ અધિકારી લાલ જુતા અને પોલીસનો પટ્ટો પહેરેલો હતો.
ગામનાં લોકોનો કથિત educated લોકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ, નહી વાંચો તો પસ્તાશો
અંગ્રેજીમાં જી.એફ. બેજ અને બે સ્ટાર પણ લગાવેલા હતા. આ સિવાય અંગ્રેજીમાં દીપેશ શાહ ફોરેસ્ટ અધિકારી નામની એક પ્લેટ લગાવાઈ હતી. જેનીશ શાહની ધરપકડ બાદ કડકાઈથી પુછતા તેણે જણાવ્યું હતું કે પાડોશમાં દૂધનો વેપાર કરનાર વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો અને તેની સાથે સમાધાન માટે યુનિફોર્મ પહેરેલ છે. આ વર્ષે તેનો એક કાકાનો દીકરો દિપેશ શાહ છે. જેનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. જેણે ફોરેસ્ટર તરીકે સેવા આપી હતી. આરોપી પાસેથી આઈડી કાર્ડ અને મોબાઇલ મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube