મૌલિક ધામેચા/ અમદાવાદ : બનેવીના હવસનો શિકાર સગીર સાળી બની છે. છેલ્લા પંદર દિવસથી નરાધમ બનેવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે સગીરાએ તમામ હકીકત પોતાની મોટી બહેનને જણાવતા બનેવી વિરુદ્ધ બળાત્કાર પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સરખેજ પોલીસે બળાત્કારી બનેવી ની ધરપકડ કરી છે. સાથે જ બન્ને ના મેડિકલ તપાસ માટે ની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JAMNAGAR મહારાજ પ્રત્યે પોલેન્ડ આજે પણ કૃતજ્ઞ, ટ્રામને દિગ્વિજયસિંહનું નામ અપાયું


અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથકમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બનેવીએ પોતાની સગીર સાળીને હવસનો શિકાર બનાવી છે. છેલ્લા 15 દિવસથી આરોપી સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો. આ અંગે કોઈને ફરિયાદ ન કરવા ધમકી આપતો હતો. જોકે સગીરાએ મોટી બહેનને હકિકતથી વાકેફ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી બનેવીની ધરપકડ કરી છે.


ગુજરાતના ડ્રગ્સ રેકેટનાં પાયા હલાવી નાખવા માટે ખુબ જ ચાવીરૂપ 3 આરોપી ઝડપાયા


મહત્વનું છે કે, ફરિયાદી અને ભોગ બનનાર કુલ ચાર બહેનો છે. જેમાંથી સૌથી નાની બહેન કે જેની ઉંમર 17 વર્ષ અને 10 મહિના છે તે સગીરાને તેની મોટી બહેનના પતિએ એકલતાનો લાભ લઈ તેની સાથે પોતાની હવસ સંતોષી હતી. અને આવું અવારનવાર થતા મામલો પરિવાર સમક્ષ આવ્યો હતો. આખરે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડીકલ પરિક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.


GUJARAT CORONA UPDATE: નવા 46 કેસ, 33 દર્દી સાજા થયા એક પણ મોત નહી


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી છૂટક મજૂરી કરતો અને જ્યારે તે પોતાની સાસરીમાં આવ્યો ત્યારે સગીર સાળીની એકલતાનો લાભ લઈ પહેલી વખત બળાત્કાર ગુજાર્યો. બાદમા 15 દિવસના સમયમા અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની કબુલાત કરી છે. જેથી પોલીસે બળાત્કારી બનેવી વિરુદ્ધ પુરાવા એકઠા કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube