મૌલિક ધામેચા/અમદાવાદ: સુપ્રિમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા દિવાળીમાં ફટાડા અંગેનો નિર્ણય ભારતના તમામ લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે, દિવાળીના તહેવારમાં રાત્રે 8થી10 વાગ્યાના સમયગાળામાં જ ફટાકડા ફોડ શકાશે. અને ત્યાર બાદ ફટાકડા ફોડનારની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે અમદાવાદમાં એવો કિસ્સો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાત્રે 12:30 વાગ્યે ફટાકડા ફોડનારા યુવકની સામે પોલીસે ફરિયાદ નોધી ઘરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં બન્યો પ્રથમ કિસ્સો 
સુપ્રીમના આ નિયમને કારણે અમદાવાદ પોલીસ સર્તક બની છે અને રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડી રહેલા લોકો સામે પોલીસ કડક વલણ દેખાડી રહી છે. શનિવારની રાત્રે અમરાઇવાડી વિસ્તારમાં રાત્રે 12.30 વાગ્યે જાહેરમાં ફટાકડા ફોડી રહેલા એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. અને તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 


વધુ વાંચો...દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ ગેસના બોટલનો કર્યો એવો ઉપયોગ કે, પોલીસ પણ રહી હક્કા-બક્કા


હવે ફટાકડા ફોડશો તો થશે ઘરપકડ 
સુપ્રિમ કોર્ટના ફટાકડા અંગેના નિર્ણયને લઇને શહેર પોલીસ કમીશ્નર એ.કે સીઘ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત જાહેર જનતાને રાત્રીના 10 વાગ્યા પછી ફટાકડા ફોડવાની ના પાડવામાં આવી હતી. જાહેરમાં રાત્રે 10 વાગ્યા પછી ફટકડા ફોડનારા પર કમીશ્વર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે પોલીસને પણ સૂચના આપી દેવામાં આવ્યા છે.