ચેતન પટેલ, સુરત: ક્રિકેટ સટ્ટામાં હારી ગયેલા રુપિયા મેળવવા માટે કોન્ટ્રાકટરનું અપહરણ કરનાર ત્રણ આરોપીઓને ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ મારી લડાઇ મારા લોકોના સન્માન માટેની છે: અલ્પેશ ઠાકોર


સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા અનિલ ચંદ્રકાંત ઠાકુર નામનો યુવક કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગતરોજ સવારે અનિલના મોબાઈલ નંબર પર મોન્ટુ માલિયા નામના ઇસમનો ફોન આવ્યો હતો. જેને પોતાને અંગત કામ હોવાનુ કહીં અનિલને અલથાણ ગાર્ડન પાસે બોલાવ્યો હતો. જ્યાં મોન્ટુએ તેના અન્ય બે સાગરિતો સાથે મળીને અનિલનું કારમા અપહરણ કરી ભાગી છુટયા હતા.


વધુમાં વાંચો: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ


મોન્ટુએ અનિલને પાંચ લાખ રુપિયાની ખંડણી આપવા જણાવ્યુ હતુ, જો તે આ રુપિયા નહિ આપશે તો તેને ઘરે નહિ જવા દેશે તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી અનિલભાઇએ આ વાત તેના નાના ભાઇને ફોન કરીને જણાવી રુ 5 લાખ લઇ આવવા જણાવ્યુ હતુ. અનિલભાઇના નાનાભાઇએ આ અંગે ખટોદરા પોલીસને જાણ કરી હતી.


વધુમાં વાંચો: ડીસામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત, ટ્રેલરમાં આગ લાગતાં બે લોકોના મોત


અપહરણની વાત સાંભળતા જ ખટોદરા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને અનિલભાઇ સુધી પહોંચવાની કવાયત હાથ ઘરી હતી. જ્યા ગણતરીના કલાકમા જ પોલીસ આરોપી મોન્ટુ સુધી પહોંચી અનિલભાઇને તેમના ચુંગાલમાથી છોડાવ્યા હતા. મોન્ટુ માલિયાએ પોલીસ પુછપરછમા જણાવ્યું કે, અપહયત યુવક અને આરોપી મોન્ટુ માલિયાનો સંપર્ક તેના અન્ય મિત્ર ભોલાએ કરાવ્યો હતો.જ્યાં બાદમાં અનિલ અને મોન્ટુ માલિયા વચ્ચે મિત્રતા કેળવાઈ હતી.


વધુમાં વાંચો: પીએમ મોદી માટે ગુજરાતના બે યુવાનોએ રેપ સ્ટાઇલમાં બનાવ્યું ગીત


અનિલ સહિત બંટી નામના મિત્રો અગાઉ ક્રિકેટ પ્રીમિયર લીગ પર સટ્ટા બેટિંગ પણ ચલાવતા હતા.જેથી ક્રિકેટ સટ્ટો રમવા મોન્ટુ એ અનિલ પાસેથી આઇડી અને પાસવર્ડ મેળવી બે લાખનો સટ્ટો પણ રમ્યો હતો.જે બે લાખની રકમ હારી જતા આઇડી અને પાસવર્ડ અનિલ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી.જો કે હારેલી રકમ પરત મેળવવા મોન્તુ એ અનિલ નું અપહરણ કરી પાંચ લાખની ખંડણી નો પ્લાણ બનાવ્યો હતો.


વધુમાં વાંચો: સુરત મનપાને હુડકોનો રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રની કામગીરીનો એવોર્ડ


ખટોદરા પોલીસ ના હાથે ઝડપાયેલ મોન્ટુ માલિયા પર ભૂતકાળ માં પણ અનેક ગુના નોધાઈ ચુક્યા છે.ખંડણી,પઠાણી ઉઘરાણી તેમજ હત્યા જેવા બનાવોમાં પણ તે જેલવાસ ભોગવી ચુક્યો છે.ત્યારે આરોપીઓ એક રીઢા ગુનેગારો છે અને આવા આરોપીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કડક બને તે જરૂરી બન્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...