વર્ષોથી ચૂપ રહેલા પોલીસ કર્મચારીઓેએ આખરે માંગણી કરી, ‘ગ્રેડ પે અમારો હક’
તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતી (police jobs) અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગ અને લોક રક્ષક (lok rakshak) ભરતી અંગેના નિયમોમાં છૂટછાટ આપતા ભરતી માટે તૈયારી કરનાર ઉમેદવારોને મોટી રાહત મળી છે. ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ સહિતને ગુજરાત પોલીસને રાજ્યમાં મળી રહેલા હકો અંગે પણ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ગ્રેડ પે (grade pay) હેશટેગ સાથે સમગ્ર
મૌલિક ધામેચા/અમદાવાદ :તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતી (police jobs) અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગ અને લોક રક્ષક (lok rakshak) ભરતી અંગેના નિયમોમાં છૂટછાટ આપતા ભરતી માટે તૈયારી કરનાર ઉમેદવારોને મોટી રાહત મળી છે. ત્યારેપોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને રાજ્યમાં મળી રહેલા હકો અંગે પણ સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર ગ્રેડ પે (grade pay) હેશટેગ સાથે સમગ્ર
શું છે પોલીસકર્મીઓની માંગણી
હાલમાં ગુજરાત પોલીસ (gujarat police) માં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ કક્ષાના પોલીસ કર્મચારીઓને ફરજોના કલાકો નક્કી નથી કરવામાં આવતાં. એટલુ જ નહિ, અન્ય કામદારોની જેમ તેમના યુનિયનને પણ માન્યતા નથી આપવામાં આવતી. ત્યારે હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. પોલીસ કર્મીઓએ "ગ્રેડ પે અમારો હક" નામથી પોતાની માંગણીઓ પોલીસ વિભાગ સામે મૂકી છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલને 2800 ગ્રેડ પે, હેડ કોન્સ્ટેબલને 3600 અને એએસસાઈને 4200 ગ્રેડ પે આપવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા નકલી ઘીની રેલમછેલ, રાજકોટમાંથી પકડાયો 27 લાખનો નકલી ઘીનો જથ્થો
ગૃહારાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવેલ એકતા પરેડ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હાજર રહ્યા હતા. આ દરમિયાન મીડિયા દ્વારા પૂછવામાં આવેલ ગ્રેડ પે અંગેના સવાલ બાબતે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ પણ કરીશું. આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે.