મૌલિક ધામેચા/ અમદાવાદ : શહેરમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. લોકો ઉજવણીનાં માહોલમાં જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક વૃદ્ધ દંપત્તીની લૂંટના ઇરાદે હત્યા થઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતમાં બીજી સૌથી ચોંકાવનારી બાબત છે કે, ત્યાં MEDIA પહોંચ્યું ત્યાં સુધી તો સ્થાનિક પોલીસને આ અંગે માહિતી પણ નહોતી. પી.આઇ વાઘેલાને આ અંગે પુછવામાં આવતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, અમારી પાસે આ અંગે હજી સુધી કોઇ જ માહિતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DEESA માં કિમિલેયર સર્ટી કઢાવવા ગયેલા વિદ્યાર્થીઓને TDO એ કહ્યું, શું કરવું છે મારી જેમ દારૂ પીવો મોજ કરો અને...


ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રન્નાપાર્કમાં પારસમણી ફ્લેટમાં દયાનંદ સુબ્બારાવ સાનભાર (ઉ.વ 90) અને વિજયાલક્ષ્મી બેન દયાનંદ સાનભાર (ઉવ. 80) રહે છે. આ વૃદ્ધ દંપત્તી વર્ષોથી આ વિસ્તારમાં રહે છે. જો કે આજે લૂંટના ઇરાદે આ દંપત્તીની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના કલાકો સુધી પોલીસને આ અંગે માહિતી પણ નહોતી મળી. પાડોશી દ્વારા પોલીસ અને મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે પોલીસ જાણે રજાના મુડમાં હોય તે પ્રકારે મીડિયા પહોંચ્યું ત્યાં સુધી પહોંચી નહોતી. 


GUJARAT CORONA UPDATE: નવા 30 કેસ, 27 સાજા થયા એક પણ મોત નહી


હાલ તો ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હત્યા શા માટે કરવામાં આવી અને ક્યારે કરવામાં આવી વગેરે મુદ્દે તપાસ ચલાવી રહી છે. આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ અને પુછપરછનાં આધારે પણ તપાસ આદરી છે. આ ઉપરાંત દંપત્તીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તથા પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટના પરથી સવાલ થાય કે સબ સલામત હોવાનાં અને સતત પેટ્રોલિંગના બણગા ફૂંકતી પોલીસ ફરી એકવાર ઉંઘતી ઝડપાઇ છે. ઘાટલોડીયા જેવા વિસ્તારમાં આટલી મોટી ઘટના બને તેમ છતા પણ પોલીસ સ્લીપીંગ મોડમાં જોવા મળે અને રિપોર્ટર દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે તેમ છતા પણ ઉડાઉ જવાબ આપવામાં આવે તે પોલીસ અને પોલીસ અધિકારીની સામે સવાલો પેદા કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube