સંદીપ વસાવા/ઓલપાડ: સુરતના ઓલપાડ માંથી પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5,68 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG BREAKING: ગુજરાતના 206 નાયબ મામલતદારની બદલી, કહી ખુશી કહી ગમ, ઘણાને લાગ્યો ઝટકો


ઓલપાડ પોલોસે વધુ એક સફળતા હાથ લાગી છે. થોડા સમય પહેલા ડુપ્લીકેટ દારૂ નું કારખાનું ઝડપી પાડ્યું હતું. ઓલપાડ પોલીસને માહિતી મળી હતી કે, ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા રોયલ પાર્ક સોસાયટીની અંદર આવેલા ઘરમાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. 


ભ્રષ્ટાચાર નડ્યો! રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા ગયા પણ IAS લાંગા ખુદ ભરાયા, જાણો...


માહિતીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે અહી દરોડો પાડીને શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5,68 લાખનો મુદામાલ જપ્ત કરીને પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. તેમજ ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી છે અને ફૂડ વિભાગ દ્વારા પણ જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.


અહો આશ્ચર્ય! 'જય શ્રીરામ' લોકોને વરસાદમાં ભીજાતા બચાવશે, સુરત જ નહિ, વિદેશમાં વધી...


વધુમાં અસલી દેશી ગાય નું ઘી કહી નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું. ઘીને અલગ અલગ સાઈઝ અને વજનના ડબ્બામાં પેક કરી વેચવામાં આવતું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. 


ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!