જમીલ પઠાણ/ છોટાઉદેપુર: સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીમાં મુંબઇની ગ્લેમરની દુનિયાના ગલિયારાઓમાંથી અચાનક ગામડાની ગલીઓમાં આવી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનાર ખ્યાતનામ મોડેલ એશ્રા પટેલને કારણે ગામમાં મતદાન માટે મતદારોમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખુદ એશ્રા પટેલે (Aeshra Patel) વોટ આપીને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હાલ એશ્રા પટેલને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંખેડાના કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર અને સુપર મોડેલ એશ્રા પટેલ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજભાઈ સોલંકીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ગત મોડી સાંજે મતદાન મથકે બબાલ થઈ હતી. હવે એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 લોકો સામે FIR નોંધાઇ છે.


'સોનિયાજી, પાર્ટીની ઘણી મહિલાઓ સાથે મારા પતિને અનૈતિક સંબંધ છે' કોંગ્રેસના દિગ્ગજ નેતાની પત્નીના Videoથી ખળભળાટ


ગત મોડી સાંજે એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ
તમને જણાવીએ કે કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત મોડી સાંજે સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.



કાવીઠાના મતદાન મથક ઉપર પુરુષ અને મહિલા બંને મતદારોની લાંબી કતારો જોવા મળી છે. પોતાના ગામમાં એક ખ્યાતનામ મોડેલ સરપંચ પદની ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવારો દ્વારા પણ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મૂળ કાવીઠાના એશ્રા પટેલ આમ તો સ્થાનિક કક્ષાએ સામાજિક કામ કરતા રહે છે. તેમના પિતા પણ અગાઉ સરપંચ રહી ચક્યા છે. હવે જ્યારે બિનઅનામત મહિલા બેઠક જાહેર થઈ હોવાથી એશ્રા પટેલે સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે. 


હિંમતનગરમાં અનોખા લગ્ન: વિદેશી યુવક-યુવતીના હિન્દુ વિધિથી લગ્ન; પીઠી ચોળી, લગ્નગીતો ગવાયાં


વોટ આપીને તેમણે કહ્યું હતું કે, હું ચૂંટણી જીતુ કે હારૂ, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની અપેક્ષા હું રાખુ છું, મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે. મારે અહીંના લોકો માટે જીતવુ છે. એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે. 


કોણ છે એશ્રા પટેલ
એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.



ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.


ગુજરાતમાં ઓમિક્રોન વચ્ચે ફરી લોકડાઉન લાગશે? જાણો વડોદરામાં પોલીસ કમિશનરનું જાહેરનામું 


એશ્રા પટેલ પિતાના રસ્તે  વતનના ગામમાં સરપંચ બનવા માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે. તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube