અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 10 જેટલી રાઈડની જ અગાઉ પરમીશન મેળવેલી હતી. બાકી ટાવર રાઈડની પરમિશન મેળવવા માત્ર અરજી આપી ફન પાર્ક તરફથી આપીને આંખ્યું આયોજન શરૂ કરી દેવાયુ હતું. પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે, ફનપાર્કમાં પરમિશન કરતા વધુ રાઈડો ચાલુ રાખવામાં આવી હતી.
કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા સત્તાધીશોએ કરી આ ખાસ વ્યવસ્થા
જોકે પાર્કિંગ અને સિક્યોરિટી અંગેનો અભિપ્રાય પોલીસ આપી ચુકી હતી. હાલ તો સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરાઇ છે. ત્યારે તપાસમાં માલિકની સંડોવણી બહાર આવશે તો તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.