મૌલિક ધામેચા/અમદાવાદ: 145 જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે અમદાવાદમાંથી પસાર કરવા પોલીસનો સુચારૂં અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બીજી બાજુ રથયાત્રા પહેલા પોલીસે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતી હોય છે. પરંતુ પહેલી વખત રથયાત્રા પહેલા આજે પોલીસે હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર સર્વેલન્સ કર્યું હતું. આજ સુધી પુરી જેવી રથયાત્રામાં પણ હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કરવામાં આવતું નથી, પરંતુ પ્રથમ વખત રથયાત્રાનું એરિયલ ઓબ્ઝર્વેશન 5 પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયું હતું. જેમાં પોલીસ કમિશ્નર , ક્રાઇમ JCP, ટ્રાફિક JCP, અને સેક્ટર 1-2 ના અધિકારીઓ હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કરશે. રથયાત્રાના દિવસે રૂટ સહિત કાલુપુર રેલવે સ્ટેશન અને સંવેદનશીલ શીલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરશે. 


અમદાવાદમાં રથયાત્રાને લઈને આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ગુજરાતમાં બ્લાસ્ટની ધમકી આપી છે. જોકે, રથયાત્રામાં બ્લાસ્ટની ધમકીને ધ્યાને લઈ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત તમામ IB પણ એલર્ટ થયું ગયું છે. રથની સુરક્ષાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રથ પર અનેક એવી દુર્ઘટનાઓ બની છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube