ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદ અને વડોદરા કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવા માટેના મોટા હબ સાબિત થયા છે. આજે અમદાવાદમાં જે  કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે એમાં એક નામ એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈનું પણ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ સંદીપ પરમારનોકોરોના પોઝિટિવ આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે સંદીપ પરમાર અને હર્ષદભાઈ બંને પાડોશમાં જ રહે છે જેથી સંદીપનો ચેપ હર્ષદભાઈને લાગ્યો હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં હર્ષદભાઈની સાથે ફરજ બજાવનારા એક મહિલા TRB અને બે મહિલા પોલીસકર્મી સહિત ચાર લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આમ, પોલીસલાઈનમાંથી બે કેસો આવતાં પોલીસલાઈનને ક્વોરન્ટીન કરવામાં આવે એવી શક્યતા છે. 


રાજ્યમાં દિવસેને દિવસો કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિનો લેટેસ્ટ ચિતાર આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ આપતા કહ્યું કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 46 પોઝિટિવ કેસ આવતા કુલ કોરોના પીડિતોની સંખ્યા 766 થઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube