ગાંધીનગરઃ પોતાના પડતર પ્રશ્નોને લઈ મુખ્યપ્રધાનને રજૂઆત કરવા જઈ રહેલા લઘુ અખબારના તંત્રી, માલિકો અને પત્રકારોની અટકાયત કરાઈ છે. મુખ્યમંત્રીએ મુલાકાતનો સમય ન આપ્યો હોવા છતા 300 જેટલા તંત્રી, માલિકો અને પત્રકારો સચિવાલય ખાતે મુખ્યપ્રધાન રૂપાણીને મળવા પહોંચ્યા હતા. જો કે મંજૂરી ન હોવાથી પોલીસે તેઓને રોક્યા હતા. જેથી પોલીસ સાથે તંત્રી અને પત્રકારો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. બાદમાં તમામની અટકાયત કરીને તેઓને જિલ્લા પોલીસ વડાની કચેરીએ લઈ જવાયા હતા. મહત્વનું છે કે લઘુ અખબારના તંત્રી, માલિક અને પત્રકારોની પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી અને બેઠક બાદ તેઓ સીએમને મળવા જઈ રહ્યા હતા.