ક્વોરન્ટાઇનમાં રાખેલા દર્દીઓ ચું કે ચા ન કરી શકે એ માટે પોલીસનો માસ્ટરપ્લાન
પોલીસની મોટી ફરિયાદ છે કે કોરોના પોઝિટવ (Coronavirus)લોકો તેમ જ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા લોકો પુરતો ટેકો નથી આપી રહ્યા.
અમદાવાદ : ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ કોરોના વાયરસ ન ફેલાય એ માટે તબીબો અને પોલીસ એકબીજાનો સાથ મેળવીને કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં પોલીસની મોટી ફરિયાદ છે કે કોરોના પોઝિટવ (Coronavirus)લોકો તેમ જ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા લોકો પુરતો ટેકો નથી આપી રહ્યા. આ સંજોગોમાં હવે પોલીસે એક આઈટી કંપનીની મદદથી એપ્લિકેશન તૈયાર કરાવડાવી છે. આ એપમાં કોટ વિસ્તારના અંદાજે પાંચ હજાર લોકોનો ડેટા છે.
આ એપ માટે ઝોન-5ના 8 પોલીસ સ્ટેશન વિસ્તારના કોરેન્ટાઇનમાં રખાયેલા લોકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમને એક લિંક મોકલવામાં આવે છે. સૌપ્રથમ તો વ્યક્તિને તેના મોબાઇલ નંબરથી એપ્લિકેશનમાં જોડી દેવાય છે. ત્યાર બાદ મોબાઇલ પર એક લિંક મોકલવામાં આવે છે. આ લિંક ફોલો કરતા કોરેન્ટાઇન હેઠળ રહેલી વ્યક્તિને રજિસ્ટર્ડ કરી દેવાય છે, જેમાં તેના ફોટા સહિતની માહિતી આવી જાય છે.આ ડેટા આવી ગયા બાદ જે તે વ્યક્તિને દિવસમાં ત્રણ વખત પોતાના ઘરેથી હાજરી પૂરવાની હોય છે, જેથી વ્યક્તિ પોતાનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી હાજરી પુરાવે તે સાથે એપ્લિકેશન દ્વારા તેનું લોકેશન પણ આવી જાય છે. જો વ્યક્તિ બહાર નીકળી હાજરી પૂરે તો એપ્લિકેશનમાં તરત જ ખબર પડી જાય છે. જો આવી કોઈ વ્યક્તિ નજરે પડે તો તેની સામે પગલાં લેવામાં આવે છે.
પોલીસ દ્વારા આ એપને રાજ્ય સ્તરે વિકસાવવાની વિચારણા ચાલી રહી છે. આ સિવાય અન્ય એક એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube