વડોદરાના પાદરામાં ચોંકાવનારી ઘટના, પોલીસે ભૂત વિરુદ્ધ નોંધી ફરિયાદ

મહિલાએ કહ્યું કે, તેણે ભૂતના કહેવાથી કેરોસિન છાંટ્યૂ છે.
વડોદરાઃ વડોદરાના પાદરાના ચોંકારી ગામે ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં પોલીસે ભૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના નિવેદનના આધારે પોલીસે ભૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. મહિલાનું કહેવું છે કે, તેણે ભૂતના કહેવાથી કેરોસિન છાંટ્યુ હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસને એવી પણ આશંકા છે કે, મહિલાએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ દાવો કર્યો છે કે, તેણે ભૂત જોયું છે અને ભૂતના કહેવાથી જ તેણે શરીર પર કેરોસિન છાટ્યું છે.