• રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્વીફ્ટ કારમાં દારૂ લઈ જવાતો હતો, ત્યારે પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો


મયુર સાંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરમાં માલવણ હાઇવે પર આજે ફિલ્મી સ્ટાઈલમાં સામસામે ફાયરિંગ થયું હતું. પોલીસ અને ગેડીયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બૂટલેગરો વચ્ચે સામ સામે અંદાજે છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કારને ઊભી રાખવામાં આવતા બૂટલેગરોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. જેમાં એક શખ્સને ફાયરિંગમાં ઈજા પહોંચી છે. જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો. કારને નુકસાન પહોંચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : 300 યુવતીઓના ‘બળાત્કાર’થી ફેમસ થયા હતા રણજીત, વાંચવા જેવા છે તેમના કિસ્સા


પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે પોલીસને બાતમી મળી હતી કે, એક ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્વીફ્ટ કારમાં દારૂ લઈ જવાતો હતો, ત્યારે પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કારચાલકે ગાડી ન રોકીને કારને ભગાડી હતી. તેથી પોલીસે કારનો પીછો કર્યો હતો. 


પોલીસે કાર રોકવાનો પીછો કરીને તેમનો પીછો કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે ફાયરિંગ કર્યુ હતું. સ્વીફ્ટ કારમાં બિસ્મીલ્લાહખાન જતમલેક સવાર હતો, જે વિદેશી બનાવટનો દારૂ લઈને જઈ રહ્યો હતો. પોલીસ ફાયરિંગમાં બિસ્મીલ્લાહખાનને પગમા ગોળી વાગી હતી. પોલીસે કારને પકડવા મટે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 


આ પણ વાંચો : ધનતેરસ પર ગુજરાતીઓએ મુહૂર્ત સાચવ્યું, સોના-ચાંદીનો ભાવ ઘટતા દાગીના ખરીદવા પહોંચ્યા