રાજકોટમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ સ્ટેટ વિજિલન્સે ઝડપી લીધો
ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળો પર જ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે દારૂ પકડાવાની ઘટનાઓ બની રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં અંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલી વાત એકદમ સાચી છે. રાજકોટનાં સ્ટેટ વિઝીલન્સ ટીમે બાતમીનાં આધારે ગોંડલ હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું. ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ નજીકના કન્ટેન્રમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
રાજકોટ : ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળો પર જ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે દારૂ પકડાવાની ઘટનાઓ બની રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં અંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલી વાત એકદમ સાચી છે. રાજકોટનાં સ્ટેટ વિઝીલન્સ ટીમે બાતમીનાં આધારે ગોંડલ હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું. ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ નજીકના કન્ટેન્રમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મહેસાણામાં કમોસમી 1 ઇંચ જેટલો વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતી
આ તો વળી કેવી ઉજવણી ? યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું !
સ્ટેટ વિઝીલન્સની ટીમે બાતમીનાં આધારે પહેલેથી વોચ ગોઠવીને દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ગોંડલ નવામાર્કેટિંગ યાર્ડ પાસે કન્ટેનરમાંથી 700 પેટી દારૂ ઝડપાયો હતો. સ્ટેટ વિજિલન્સ દ્વારા ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરીને વધારે પુછપરછ ચાલી રહી છે. ડ્રાઇવરને ઝડપી લઇને દારૂ ક્યાંથી ભર્યો અને ક્યાં લઇ જવાનો હતો. આ ઉપરાંત કયા રસ્તે આવ્યો વગેરે પુછપરછ ચાલી રહી છે. કયા રાજ્યમાંથી આટલા મોટા પ્રમાણમાં દારૂ આવ્યો તે પણ એક મોટો સવાલ છે. હાલ તો ડ્રાઇવરને ઝડપી લઇને પુછપરછ ચાલુ છે. જ્યારે કન્ટેનરને સીલ કરીને જપ્ત કરી લેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube