રાજકોટ: પોલીસની ઓળખ આપી પોલીસે જ કરી લૂંટ, 3 કોન્સ્ટેબલ સહિત 4ની અટકાયત
નકલી પોલીસના સ્વાન્ગમાં લૂંટ ચલાવી હોવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ રાજકોટમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે જ પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી છે. રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસની ઓળખ આપી હેર સલુનમાં લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી.
રક્ષિત પંડ્યા/રાજકોટ: નકલી પોલીસના સ્વાન્ગમાં લૂંટ ચલાવી હોવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ રાજકોટમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે જ પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી છે. રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસની ઓળખ આપી હેર સલુનમાં લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં શહેરના યુનીવર્સીટી રોડ પર એક સલુનમાં ગાંધીગ્રામ પોલીસની ઓળખ આપી 3 ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને 1 ટ્રાફિક બ્રિગેડએ 25 હજાર રોકડ અને સીસીટીવી કેમેરાના DVRની લૂંટ ચલાવી હોવાનું સામે આવતા ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરવામાં આવેલા કેયુર આહીર (સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ), જોગેશ ગઢવી (પોલીસ કોન્સ્ટેબલ), પ્રવીણ મહીડા (પોલીસ કોન્સ્ટેબલ), અને નવઘણ દેગડા (ટ્રાફિક બ્રિગેડ). આ ચારેય રાજકોટ શહેર પોલીસમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવવાનો પર આરોપ છે.
ખોવાયેલ મોબાઈલ ફોન શોધવામાં રાજકોટ પોલીસ રાજ્યમાં પ્રથમ નંબરે
ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટના યુનીવર્સીટી રોડ પર આવેલ એક હેર સલુનમાં ટ્રાફિક બ્રિગેડ નવઘણ દેગડા પ્રવેશ કર્યો હતો. અને બાદમાં ત્રણેય પોલીસ કોન્સ્ટેબલ ત્યાં પહોચી ગાંધીગ્રામ પોલીસની ઓળખ આપી સલુનમાં ગોરખ ધંધા ચાલે છે અવે કેસ કરી દેઇશું તેવી ધમકી આપી લૂંટ ચલાવી હતી. જે આધારે પોલીસે ગુનો નોંધી તપાસ દરમિયાન ચારેય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી પૈકી કેયુર આહીર નામનો પોલીસ કોન્સ્ટેબલ બે મહિના પૂર્વે સસ્પેન્ડ થયેલ છે. અને બાકીના 2 કોન્સ્ટેબલ જોગેશ અને પ્રવીણ તેમના બેચમેટ છે. ગત તારીખ 6ના રોજ ત્રણેય કોન્સ્ટેબલ અને ટ્રાફિક બ્રિગેડએ પૈસા કમાવવાની લાલચમાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અને પ્લાન મુજબ લૂંટ ચલાવી હતી. સલુન માલિક પાસેથી રોકડ 85 હજારની લૂંટ ચલાવી બાદમાં કોઈ પુરાવા ન રહે માટે સલુનમાં રહેલ CCTV કેમેરાનું DVR પણ સાથે ઉઠાવી ગયેલ હતા. સલુન માલિક પાસે કોઈ બે પોલીસના મોબાઈલ નંબર મળી આવતા મોબાઇલ નંબર ટ્રેક કરી તમામ ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા
હેર સલુનમાં પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર ટ્રાફિક પોલીસના ૩ જવાનો અને ટ્રાફિક બ્રિગેડ આખરે અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે. ત્યારે પૈસા કમાવવાની લાલચમાં આવી લૂંટ ચલાવવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે હવે જોવાનુંએ રહ્યું કે, લૂંટારુ પોલીસે અન્ય કોઈ જગ્યાએ પોલીસના નામે લૂંટ ચલાવી છે કે, કેમ તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે.
જુઓ LIVE TV :