ઉદય રંજન, અમદાવાદ: તાજેતરમાં નવરંગપુરા વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે બનેલી ઘટના બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. અને હવે પોલીસ PG ચલાવતા સંચાલકોનાં વેરીફિકેશનથી લઇને યુવક-યુવતીઓની વિગતો મગાવી રહ્યાં છે. એટલું જ નહીં પોલીસ પોતાના વિસ્તારમાં PG ચલાવતા સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવા માટે બેઠક પણ બોલાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- પુત્રના અભ્યાસ માટે પિતા કિડની વેચવા બન્યા મજબૂર, માતા કરે છે મજૂરી કામ


નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પણ મહિલાઓની સુરક્ષા અંગે હજી પણ પોલીસ તંત્ર પર માછલા ધોવાઇ રહ્યાં છે. ત્યારે પોલીસ હવે સફાળી જાગી સંચાલકો પર તવાઇ બોલાવી રહી છે. કેટલાક નિર્દેશો જારી કરી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા PG સંચાલકોએ હવે પોલીસને યુવક-યુવતી અંગેની વિગતો અને PGમાં રાખવા અંગેનું રજીસ્ટ્રેશન રાખવું જરૂરી છે.


વધુમાં વાંચો:- વડોદરામાં સ્કુલવાન ચાલકોની નફ્ફટાઇ, બાળકોના રસ્તે રઝળતા મુક્કી ભાગી ગયા


હાલ પોલીસે તમામ PG સંચાલકોને સત્વરે બેઠક માટે બોલાવી જરૂરી સૂચનાઓ આપી. તેમ છતાં આ નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી પોલીસે હવેથી કરશે. મહત્વનું એ છે કે, PG સંચાલોએ સોસાયટીમાં યુવક-યુવતીઓને રાખવા સોસાયટીની મંજૂરી સાથેસાથે માલિકીનાં હક દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે. અને ધારાધોરણ મુજબ સીસીટીવી પણ ફરજીયાત લગાવવા પડશે. જેની પોલીસે પોતાના વિસ્તારામાં ચાલતા PG ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


વધુમાં વાંચો:- પ્રી-બજેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત માટે કેન્દ્રીય સહાયની કરી માગ


PG સંચાલકોએ PGમાં રહેતી યુવતીની સલામતી માટે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તે અંગે પણ જરૂરી સૂચનો કર્યા હતા. પોલીસે કહ્યું છે કે, દરેક PG હોસ્ટેલમાં સીસીટીવી ફરજીયાત લગાવવા. મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન રાખવું. તેમાં મુલાકાતીઓ કોના રેફરન્સથી આવ્યા છે તે પણ નોંધ રાખવી. જ્યારે પણ રૂમમાં યુવતી હોય ત્યારે રૂમ લોક કરવાની સૂચના આપવી અને લોકની ચાવી તમામ યુવતીઓ પાસે રાખવાની રહેશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...