ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવા બાબતે આંદોલન કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન ફેલાયું હતું. ત્યારે હવે પોલીસ ગ્રેડ પેને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસકર્મીઓને 15 ઓગસ્ટ પહેલાં મોટી ભેટ મળી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે. તેવી સંભાવનાઓ વચ્ચે પોલીસકર્મીના વોટ્સએપ ગ્રુપની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેડ પે મામલે રાજકારણ વધુ ગરમાયું છે. પોલીસકર્મીઓના વોટ્સએપ ગ્રુપમાં આ મુદ્દે નારાજગી જોવા મળી છે. ગ્રેડ પે મામલે સરકાર જાહેરાત કરવાની જ હતી આ મામલે રાજકારણ થતાં પોલીસકર્મીઓ હવે નારાજ થયા છે. પોલીસકર્મી રાજકીય હાથો નહી બને તેવી પણ ચેટ વાયરલ થઇ છે. સોશિયલ મીડિયામાં પોલીસકર્મીઓની ચેટ વાયરલ થઇ રહી છે. 

ગ્રેડ પેને લઇને પોલીસકર્મીઓ માટે હરખના સમાચાર, સરકાર કરશે મોટી જાહેરાત


ગ્રેડ પે મુદ્દે પોલીસકર્મીઓએ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે અને આ મુદ્દે સરકાર જાહેરાત કરવાની જ હતી. આ ઉપરાંત આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્ષા બંધનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે હાલમાં પોલીસ ખાતામાં ગ્રેડ-પેને લઈને જ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક જ સમયગાળામાં સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જણાવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે આ આખો માહોલ ગઇકાલ સાંજથી બન્યો હતો. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રીએ પોલીસકર્મી અને પોલીસકર્મીના ગ્રેડ પે મુદ્દે નિવેદન આપ્યું હતું. અને તે નિવેદનની ક્લિપ વાયરલ થઇ હતી. જેને લઇને સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે પોલીસકર્મીઓ કોઇ રાજકીય હાથો ન બને, સરકાર 14 ઓગસ્ટના રોજ મોડી સુધીમાં ગ્રેડ પેને લઇને જાહેરાત કરવાની જ છે. પરંતુ કેટલાક પોલીસકર્મીઓ વાતમાં આવી જતાં પોતના વોટ્સએપ ડીપી, સોશિયલ મીડિયામાં ફરી ગ્રેડ પેની માંગણી શરૂ કરી હતી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube