MS યુનિવર્સિટીમાં પોલીસે વિદ્યાર્થીઓ પર કર્યો લાઠીચાર્જ
વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે પકડી પકડીને માર માર્યો હતો.
વડોદરાઃ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એફજીએસનું ફોર્મ રદ થતા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા પરંતુ યુનિવર્સિટીમાં ખડકાયેલી પોલીસે વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને માર્યા છે. પોલીસે ભાન ભૂલીને વિદ્યાર્થીઓને લાંફા પણ ઝીંક્યા હતા. દેખાવ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન પોલીસે મનફાવે તેમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
આટલેથી ન અટકતા પોલીસે મીડિયાકર્મીઓને પણ રિપોર્ટીંગ કરતા અટકાવ્યા હતા. મીડિયાકર્મી સાથે પણ પોલીસે રકઝક કરી હતી. ઘટના બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસ નેતા પણ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને પોલીસના લાઠીચાર્જની ઘટનાને વખોડી હતી. આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી હતી.
[[{"fid":"179147","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]