ગુજરાતનાં અનેક કુંવારા યુવાનોનાં જીવન રમણ ભમણ કરનારી લૂંટેરી દુલ્હનને પોલીસે વેલેન્ટાઇન ડે પહેલા ઝડપી
: ક્રાઇમબ્રાંચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં રહેલી મહિલાઓ દ્વારા નકલી લગ્ન કરીને લોકોને લૂંટવામાં આવતા હતા. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરૂષોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજા સાથીદારોની હજી પણ પોલીસ શોધ કરી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં 50થી પણ વધારે પરિવારોને લગ્નનાં નામે ઠગ્યા છે. લગ્ન કર્યા બાદ તેમના ઘરે થોડા દિવસો રહીને કપડા, ઘરેણા અને કિંમતી સામાન લુંટીને ફરાર થઇ ગયા હતા.
અમદાવાદ :: ક્રાઇમબ્રાંચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં રહેલી મહિલાઓ દ્વારા નકલી લગ્ન કરીને લોકોને લૂંટવામાં આવતા હતા. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરૂષોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજા સાથીદારોની હજી પણ પોલીસ શોધ કરી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં 50થી પણ વધારે પરિવારોને લગ્નનાં નામે ઠગ્યા છે. લગ્ન કર્યા બાદ તેમના ઘરે થોડા દિવસો રહીને કપડા, ઘરેણા અને કિંમતી સામાન લુંટીને ફરાર થઇ ગયા હતા.
50 મિનિટમાં 50 પ્રશ્ન : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાના નિયમોને વિદ્યાર્થીઓએ ગણાવ્યા વિચિત્ર
ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા જે મહિલાઓને ઝડપી લેવામાં આવી છે તેમાં 22થી 35 વર્ષ વચ્ચે છે. પોલીસનું માનવું છે કે, ગેંગની 12થી વધારે મહિલાઓ હાલ ફરાર છે. આ ગેંગ લગ્નના નામે નાસિક, પુણે, સોલાપુર, ગુલબર્ગા, વાપી અને કોલ્હાપુરમાં અનેક લોકોને લગ્નનાં નામે ઠગ્યા છે. પુણે ગ્રામ્ય પોલીસની એક સ્થાનિક ગુના શાખાએ એક વ્યક્તિ પાસેથી દોઢ લાખ રૂપિયા લૂંટી જવાના મુદ્દે તપાસ આદરી હતી. પીડિતે જણાવ્યું કે, જ્યોતિ પાટિલ લગભગ એક મહિના પહેલા તેમને મળી હતી. પોતે એકલી અને ગરીબ હોવાથી લગ્ન માટે રજુઆત કરી હતી.
હાર્દિક પટેલ પાટીદાર સમાજના ખંભે બંદૂક ફોડે છે, તે તકવાદી છે...
જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન પણ કર્યા હતા. ગત્ત સપ્તાહે પીડિત પરિવારે લૂંટની ફરિયાદ દાખલ કરાવી હતી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, જ્યોતિના એક મિત્રએ જણાવ્યું કે, જ્યોતિ પહેલાથી જ લગ્નગ્રંથીથી જોડાયેલી છે. બે બાળકો પણ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, તેમણે 50 લોકોને આ પ્રકારે જાળમાં ફસાવ્યા છે. બે બાળકો પણ છે. પોલીસ તપાસ અનુસાર જ્યોતિ જ ગેંગની લીડર છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીના અમાસના દર્શન કરી શકાશે
પોલીસે જ્યોતિ પાટિલ સહિત 9 મહિલાઓ અને બે પુરૂષોની ધરપકડ કરી છે. જ્યોતિએ સ્વિકાર્યું કે, અત્યાર સુધી પાંચ પુરૂષો સાથે લગ્ન કર્યા છે. જે પૈકી માત્ર એક વ્યક્તિએ જ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે પુણે ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જો કે પોલીસે અપીલ કરી છે કે આવા કિસ્સામાં જો કોઇએ ફરિયાદ નોંધાવી ન હોય તો ફરિયાદ નોંધાવે જેથી યોગ્ય કાર્યવાહી થઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube