મોરબી : શહેરના ખાટકીવાસ વિસ્તારમાં આવેલા રાજપુત બારશાખ શેરીમાં ગત્ત રિવારે બપોરે બાઇક મુદ્દે થયેલી નાના બાળકોની બોલાચાલી બાદ રફીક મેમણ અને મમુ દાઢી જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. જેમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ અને ઘાતકી હથિયારો સાથે બંન્ને જુથો વચ્ચે ધિંગાણું થયું હતું. જેમાં બંન્ને પક્ષનાં એક એક વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા. જેમાં ગઇકાલે 6 અને આજે બીજા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટને મિર્ઝાપુર બનાવનાર એઝાઝ અને તેની ટોળકીની ધરપકડ, લોકો ફરિયાદ કરતા પણ ગભરાતા હતા

બનાવ બાદ બંન્ને જુથો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામ સામી ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગઇકાલે 24 તારીખે એક જુથનાં 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 6 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ગઇકાલે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આજે પોલીસે બીજા જુથના અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઇ કુરેશી, મકબુલ ઇસ્માઇલભાઇ મન્સુરી, અહેમદ ઇકબાલ બકાલી અને શબ્બીર મોહમ્મદભાઇ જીવાણીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ અન્ય આરોપીઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.


IOC ની પાઇપમાં ડાયરેક્ટ ગાબડુ પાડી ઓઇલની ચોરી, પ્યાદા પકડાયા રાજા હજી પણ ફરાર

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલા રાજપૂત બારશાખ શેરીમાં રહેતા રફીક મેમણ અને મમુ દાઢીના પરિવારનાં સભ્યો વચ્ચે 20 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યાની આસપાસ ઘાતકી હથિયારો સાથે ધિંગાણું કર્યું હતું. જેમાં છોકરાઓ વચ્ચે બાઇક રાખવા મુદ્દે તકરાર થઇ હતી. જોત જોતામાં તકરારે હિંસ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમા આ બંન્ને જુથો વચ્ચે સશસ્ત્ર અથડામણનાં બંદુકમાંથી ભડકા થતા ખુની ખેલ ખેલાયો હતો. બંન્ને જુથ વચ્ચે સામસામા ફાયરિંગ થતા એક એક વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. જેમાં રફીક માંડલીયાના પુત્ર આદિલ રફીકભાઇ માંડલીયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે સામે પક્ષે મમુ દાઢીના ભત્રીજા ઇમરાન સલીમભાઇ કાસમાણીનું રાજકોટ સારવાર માટે પહોંચે તે પહેલા મોત નિપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube