દિલધડક લૂંટ થકી સમગ્ર સૌરાષ્ટ્રને થથરાવી દેનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા
મહુવામાં તાવેડાના પાટિયા પાસે થયેલ રૂપિયા 10.50 લાખની લૂંટના એક સગીર સહિત પાંચ આરોપીઓને ભાવનગર અને મહુવા પોલીસની સંયુક્ત ટીમે ઝડપી લીધા હતા. રૂપિયાની ઉઘરાણી કરી પરત ફરી રહેલા કિઝ ફૂડના કર્મચારીને બે બાઇક પર આવેલા ઈસમોએ ધોળા દિવસે તાવેડા ગામના પાટિયા પાસે આંતરી ગાળો આપી મારમારી રૂપિયા 10.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગે ભાવનગર એલ.સી.બી, એસ.ઓ.જી અને મહુવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના દિવસોમાં 5 આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
નવનીત દલવાડી/ભાવનગર : મહુવામાં તાવેડાના પાટિયા પાસે થયેલ રૂપિયા 10.50 લાખની લૂંટના એક સગીર સહિત પાંચ આરોપીઓને ભાવનગર અને મહુવા પોલીસની સંયુક્ત ટીમે ઝડપી લીધા હતા. રૂપિયાની ઉઘરાણી કરી પરત ફરી રહેલા કિઝ ફૂડના કર્મચારીને બે બાઇક પર આવેલા ઈસમોએ ધોળા દિવસે તાવેડા ગામના પાટિયા પાસે આંતરી ગાળો આપી મારમારી રૂપિયા 10.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગે ભાવનગર એલ.સી.બી, એસ.ઓ.જી અને મહુવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના દિવસોમાં 5 આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
PM મોદી સોમનાથનો સુર્વણયુગ પાછો લાવશે, સોમનાથ મંદિર પરિસરની થશે કાયાપલટ
ગઈ તા.૧૩/૦૮/૨૦૨૧ ના રોજ મહુવા નજીક આવેલી કિઝ ફૂડ કંપનીમાં નોકરી કરતો અને મહુવાની નહેરુ વસાહત માં રહેતો કર્મચારી પ્રિતેશ મંગળભાઈ મોઠીયા મહુવામાં અલગ અલગ જગ્યાએથી ઉઘરાણી કરેલા રોકડા રૂપિયા ૧૦,૫૦,૦૦૦ લાખ લઈ કીઝ ફૂડ કંપનીમાં પરત જઈ રહ્યો હતો. તાવેડા ગામના પાટીયા પાસે પહોચતા પીછો કરી પાછળ પાછળ આવી રહેલા બાઈક સવાર અજાણ્યા ઈસમોએ પ્રિતેશને આંતરી ગાળો બોલી મારમાર્યો હતો. બાદમાં તેની પાસે રહેલો રૂપિયા 10.50 લાખ ભરેલો થેલો બળજબરીપુર્વક ખેંચી દિલધડક લુંટ કરી તમામ ઈસમો ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં ફરીયાદી પ્રિતેશએ મહુવા પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
વૃદ્ધ ખમણ ખાતા ખાતા અચાનક ઢળી પડ્યાં, બહાર નાસ્તો કરતા હો તો ખાસ જોજો ચોંકાવનારો VIDEO
ભાવનગર પોલીસ માટે ચેલેન્જ રૂપ બનેલી રોકડા રૂપિયા. 10.50 લાખની લુંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ વિભાગના એલ.સી.બી, એસ.ઓ.જી અને મહુવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ચકચારી લૂંટ કેસનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તે દરમ્યાન એલ.સી.બી અને મહુવા પોલીસને મળેલી સંયુકત બાતમીના આધારે બીલડી ગામથી માઢીયા ગામ પર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમ્યાન બે બાઇક પર પસાર થઈ રહેલા ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. તેઓની પુછપરછ કરતા જેમાં આરોપી (૧) અમરેલીના લાઠી ગામના નિતિન કિશોરભાઈ ચૌહાણ (૨) અમરેલીના સાવરકુંડલાનો રાહુલ રવજીભાઈ ડુબાણીયા તેમજ એક સગીર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
યુવકે કહ્યું હું વીડિયો કોલ કરૂ છું તારા તમામ કપડા ઉતારીને તૈયાર રહેજે, પછી જે થયું તે ખાસ જુઓ...
જેમાં પૂછપરછ કરતાં અન્ય આરોપીઓ સાથે મળી લુંટ કરી હોવાંની કબુલાત આપી હતી. પોલીસે કસ્ટડી રીમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરતાં ગુન્હો આચરવામાં મદદગારી કરનાર વધુ બે ઈસમો અંગે પોલીસ ને માહિતી મળી હતી. જેમાં કીઝ ફૂડનો કર્મચારી રૂપિયા લઈને નીકળવાનો હોવાની રૂપિયા 2 લાખના બદલામાં ટીપ આપનાર અને કંપની માજ કામ કરતા અમરેલી જિલ્લાના રાજુલાના મોભાનીયા ગામના અકબર ઝુબેરભાઈ કાઝી તેમજ મૂળ તળાજા તાલુકાના ત્રાપજ ગામનો અને હાલ સુરત રહેતા હેમરાજ ભિરસંગ રાઠોડને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સગીર સહિત પાંચેય ઈસમો પાસેથી આશરે રૂપિયા 2 લાખ જેટલી રકમ રિકવર કરી છે, પરંતુ લૂંટ ને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી બહાર હોય તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube