અમદાવાદ: ચાલુ ટ્રેનમાંથી પડતી મહિલાનો પોલીસે બચાવ્યો જીવ
અમદાવાદ ખાતે આવેલા મણિનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે 8:30 કલાકે એક અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ: અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે એક ઘટના સર્જાઇ હતી. જેમાં ચાલુ ટ્રેને મહિલાનો પગ લપસી જતાં મહિલાનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયો હતો. પરંતુ પોલીસની સર્તકતાના લીધે આ મહિલાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે આવેલા મણિનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે 8:30 કલાકે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલુ ટ્રેને એક મહિલાનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ ફસાઇ ગયો હતો. પરંતુ પોલીસ સબ ઇંસ્પેક્ટર સંજય બાવનની સર્તકતાના લીધે આ મહિલાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબરના 1ના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
ટ્રેન જ્યારે પ્લેટફોર્મ નંબર 1 પર ધીમી પડી ત્યારે મહિલા ઉતરવાનો પ્રયત્ન કરી રહી હતી તે દરમિયાન આ મહિલાનું બેલેન્સ ગુમાવી દીધું હતું. અને ટ્રેનમાંથી પગ લપસી જતાં મહિલાનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયો હતો. ત્યારે રેલવે સ્ટેશન પર હાજર પોલીસકર્મી એકપણ સેકંડનો વિચાર કર્યા દોડ મૂકીને મહિલાને બચાવી લે છે. ત્યારબાદ આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા. જોકે આ મહિલા કોણ છે તેની પુષ્ટિ થઇ નથી.