રાજકોટઃ શનિવારથી રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ ચાલનારા ગોરસ લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. શનિવાર 1 સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે. આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આવતા હોય છે. ત્યારે ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે એક ખાસ પ્રકારનો પ્લાન બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેળામાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 3 DCP અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તેની સાથે 10 એસીપી, 37 પીઆઇ, 112 પીએસઆઇ, 4 એસઆરપીની ટુકડી, હોમગાર્ડના 400 જવાનો, જીઆરડીના 100 જવાનો અને મહિલા પોલીસ કર્મી સાથે 3000નો સ્ટાફ તૈનાત રહેશે. રેષકોર્ષ રિંગ રોડના બે રોડમાંથી એક રોડ રાત્રે 1 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ સાથે રેષકોર્ષ અને તેની આસપાસના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 


મેળામાં સીસીટીવીથી રખાશે બાજ નજર
આ સાથે આ વખતે મેળામાં પ્રથમવાર આવનારા નિયમ ઉંમરના બાળકોને ઓળખ કાર્ડ બનાવી આપવામાં આવશે. જેથી કોઈ બાળક વિખુટું પડી જાય તો તેનું ઓળખ કાર્ડ વાંચીને જાહેરાત કરવામાં આવશે અને તેના માતા-પિતાને શોધવામાં આવશે. આ સાથે મેળામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને પોલીસ કંટ્રોલ રૂમ પણ તૈનાત રહેશે. કોઈ યુવતીઓની છેડતી ન થાય તે માટે સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસને તૈનાત કરવામાં આવશે.