નવરાત્રિમાં સોસાયટી-ફ્લેટમાં એક કલાકની આરતી-પુજા માટે પોલીસ પરમિશન જરૂરી, આ રહેશે ગાઇડલાઇન
* નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરનુ જાહેરનામુ
* નવરાત્રીમા 200 થી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થઈ શકે
* સોશિયલ ડિસ્ટસિંગ સાથે માત્ર સ્થાપના અને આરતી કરવા મળશે મંજૂરી
* દશેરા પર રાવણ દહન અને ગરબા ના કાર્યક્રમો નહિ કરી શકાય
* દુર્ગા પૂજા માટે પણ જાહેર પંડાલો નહિ લગાવી શકાય
મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોના મહામારીને પગલે કેન્દ્ર સરકારની ધાર્મિક તહેવારો અંગે રજુ કરાયેલી ગાઈડલાઇન્સ આધારે ગુજરાતમાં પણ માત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના, સ્થાપના કરી શકાશે. લોક મેળાવડો એકઠા થાય નહીં તેવી રીતે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે તહેવારોની ઉજવણી કરવાની રહેશે. ખાસ દશેરા , દુર્ગાપૂજા સહિતના તહેવારો આ વર્ષે જાહેરમાં નહીં ઉજવી શકાય નહીં તો પોલીસ કાયદેસર કાર્યવાહી અને પગલા ભરશે.
દિવાળી પહેલા બૂટલેગરોનો સુરતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, બોટમાં પકડાયો 16 લાખનો દારૂ
નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. કેમકે આ વર્ષે કોરોના મહામારી ના કારણે પાર્ટી પ્લોટ , શેરી-ગરબા ના આયોજન માટે પોલીસ મંજૂરી નહીં આપે. તેમ છતાં પણ આવા પ્રકારના લોકમેળા એકત્ર કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી પણ કરશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ SOP મુજબ નવરાત્રી માં માત્ર માતાજીની સ્થાપના અને આરતી કરી શકાશે અને તેના માટે પણ સ્થાનિક પોલીસની મંજૂરી મેળવવી પણ અગત્યની રહેશે. ખાસ કરી એક સોસાયટીમાં માતાજીના સ્થાપન વિધિ કે આરતી સમયે 200થી વધુ વ્યક્તિઓ એકત્ર નહીં થઈ શકે. આરતીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું જરૂરી રહેશે સોશિયલ ડિસ્ટન્સના પાલન નહિ કરનાર સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. બે ગજ ની દુરી સાથે નવરાત્રિમાં માતાજીની આરાધના કેવી રીતે કરવી શક્ય બનશે તે અંગે પણ પોલીસે SOP રજૂ કરી છે.
મોટો લોચો પડ્યો, બાબુ વરઠાને પેટાચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા બેંકની લાઈનમાં ઉભા રહેવું પડ્યું
કોરોના ના કેસો હાલમાં જે રીતે રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે તેને જોતા ખાસ આ વર્ષે પોલીસ તમામ સોસાયટીઓ અને જાહેરમાં થતાં નવરાત્રી કાર્યક્રમ ઉપર નજર રાખશે અને ગાઈડલાઇન્સનો ભંગ થતો હશે ત્યાં કાયદેસર કાર્યવાહી પણ કરશે. મહત્વનું છે કે એક કલાક દરમિયાન નવરાત્રી માં આરતી અને બંધ પેકેટમાં પ્રસાદનું વિતરણ પૂર્ણ કરવું ફરજીયાત રહેશે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે સમગ્ર સ્ટાફ પાસે લેવડાવ્યા અનોખા શપથ, લોકો કરી રહ્યા છે વખાણ
આગામી દરેક તહેવારોને પગલે કોરોના ની ગાઇડ લાઇનનો તમામે પાલન ફરજિયાત રીતે કરવું પડશે. દશેરા અને દુર્ગા પૂજા માટે થતાં જાહેર કાર્યક્રમો પણ આ વર્ષે નહીં કરી શકાય. પોલીસ દ્વારા આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી નહીં આપવામાં આવે અને નવરાત્રી દરમિયાન પણ આવા કાર્યક્રમો પોલીસની જાણ બહાર થતા હશે તો તત્કાલ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ વર્ષે પોલીસ SOPના પાલનથી શક્ય તેટલા કોરોના સંક્રમણથી લોકોને બચાવી શકવા પ્રયત્નો કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube