લોકડાઉન દરમિયાન સુર્યવંશમ્ ફિલ્મ જોઇને કંટાળેલા પોલીસ કર્મચારીઓને સુર્યવંશી દેખાડી ખુશ કરાયા
શહેરમાં આજે પોલીસ કર્મચારીઓ એક સાથે ફિલ્મ નિહાળતા જોવા મળ્યા. 300થી પણ વધારે પોલીસ કર્મચારીઓ આજે અમદાવાદ રાયપુર વિસ્તારમાં આવેલા મિરાજ સિનેમામાં એકત્ર થયા હતા. પોલીસ કર્મચારીઓનું મનોબળ વધે તે માટે ખાસ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદ પોલીસના તમામ પોલીસ કર્મચારીઓને તબક્કાવાર રીતે ફિલ્મ જોવા માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ દરમિયાન પોલીસ કર્મચારી અધિકારીઓ સતત કોવિડ કામગીરી કરી પરંતુ મનોરંજનનું સાધન તરીકે ફરી વખત મુવી બતાવવામાં આવ્યું હતું.
મૌલિક ધામેચા / અમદાવાદ : શહેરમાં આજે પોલીસ કર્મચારીઓ એક સાથે ફિલ્મ નિહાળતા જોવા મળ્યા. 300થી પણ વધારે પોલીસ કર્મચારીઓ આજે અમદાવાદ રાયપુર વિસ્તારમાં આવેલા મિરાજ સિનેમામાં એકત્ર થયા હતા. પોલીસ કર્મચારીઓનું મનોબળ વધે તે માટે ખાસ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદ પોલીસના તમામ પોલીસ કર્મચારીઓને તબક્કાવાર રીતે ફિલ્મ જોવા માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ દરમિયાન પોલીસ કર્મચારી અધિકારીઓ સતત કોવિડ કામગીરી કરી પરંતુ મનોરંજનનું સાધન તરીકે ફરી વખત મુવી બતાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોના પેન્ડેમિક સમયે રાજ્યભરમાં પોલીસ અધિકારી કર્મચારીઓની રજા રદ્દ કરીને કોવિડ કામગીરી માટે રોકવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં કોરોના હળવો બન્યો છે અને 100 ટકા કેપેસિટી સાથે ફિલ્મ બનાવવાનું શરૂ થયું છે. જેમાં પ્રથમ બોલિવુડ ફિલ્મ સુર્યવંશી મલ્ટીપ્લેક્ષમાં બતાવવામાં આવી રહી છે. જો કે સુર્યવંશી ફિલ્મ પોલીસની કામ કરવાની પદ્ધતી 1993 નાં બ્લાસ્ટ અને પોલીસ નેટવર્ક પર ફિલ્માવવામાં આવી છે.
(પોલીસ અધિકારીઓએ મિરાજ સિનેમાના મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો)
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 29 નવા કેસ, 24 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
જે સીધી રીતે પોલીસ કામગીરીને અનુરૂપ હોવાથી માર્ગદર્શન મેળવી યોગ્ય કામગીરી કરે અને સાથો સાથ મનોરંજન મળી રહે તે હેતુસર પોલીસ કર્મીઓને બતાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિરાજ સિનેમા તરફથી અમદાવાદના બે અલગ અળગ મલ્ટીપ્લેકક્ષોમાં પોલીસ માટે સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે સેક્ટર 1 વિભાગના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફિલ્મ જોવા માટે આવ્યા હતા. જ્યારે સેક્ટર 2 ના પોલીસ કર્મચારીઓ માટે અન્ય મલ્ટીપ્લેક્સમાં અલાયદું આયોજન મિરાજ સિનેમા તરફથી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube