બુરહાન પઠાણ, આણંદ: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ઠેરઠેર દારૂની મહેફિલો યોજાતી રહે છે. પોલીસના નાક નીચે કાયદાનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આણંદના અડાસ દેણાપુરામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. LCB પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડતા 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે દારૂની બોટલ, બિયર અને કાર સાથે કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના અડાસ દેણાપુરામાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે આણંદની એલસીબીપોલીસે જયરાજ પરમારના ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે આણંદ અને વડોદરાના કુલ 15 લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન કબ્જે કર્યા છે.


આ પણ વાંચો:- ગુજરાતી સિંગરના મોત મામલે મોટો ખુલાસો, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી


આણંદ એલસીબી પોલીસે દારૂની બોટલ, બિયરના ટીન અને કાર સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે આ મામલે વાસદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ દારૂની બોટલ અને બીયરના ટીન ક્યાંથી લાવ્યા અને કોણે તેમને આપ્યા આ સહિતની તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube