સ્પામાં કામ કરતી મહિલાના વીડિયો બાદ અમદાવાદના સ્પા સંચાલકો સામે તવાઈ, 350 સ્પા પૈકી 215 સ્પામાં તપાસ
રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 24 જેટલા સ્પા અને મસાજ સેન્ટર માં પોલીસ કમિશનરના જાહેરનામાના બદલ ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.
ઉદય રંજન/અમદાવાદ: સિંધુભવન રોડ પર સ્પામાં કામ કરતી મહિલાના વાયરલ થયેલા વિડિયો બાદ અમદાવાદ શહેર પોલીસ સફાળી જાગી છે. ત્યારે શહેર પોલીસે શહેરના 350 સ્પા પૈકી 215 સ્પામાં તપાસ હાથ ધરી હતી. જેમાં 24 સ્પા પર કાયદેસરની કાર્યવાહી કરી છે.
કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, ગુજરાતમાં શિયાળાને લઇને અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી
થોડા દિવસ અગાઉ સિંધુભવન રોડ પર સ્પાની મહિલા કર્મચારીને મારમારતો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ સ્પા તથા મસાજ પાર્લરમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી અટકાવવા માટે સુચના આપવામા આવી છે. જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા મસાજ પાર્લર તથા સ્પામાં તપાસ હાથ ધરાઇ.
વધુ એક હૃદય ધબકારો ચૂક્યો! પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવકને હાર્ટ એટેક
રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 24 જેટલા સ્પા અને મસાજ સેન્ટર માં પોલીસ કમિશનરના જાહેરનામાના બદલ ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે. આવનાર દિવસોમાં પણ સપરાઈઝ સ્પા અને મસાજ સેન્ટરમાં શહેર પોલીસ તપાસ કરશે. વારંવાર અને મસાજ સેન્ટરના નામે અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે આ અનૈતિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
અમિત ચાવડાના નિવેદનથી રાજનીતિમાં ગરમાવો,'ભાજપમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય'
અમદાવાદ શહેરમાં અંદાજે 350 જેટલા અને મસાજ સેન્ટર કાર્યરત છે. જેમાં નિયમ પ્રમાણે કામ કરતા કર્મચારીઓ ઉપરાંત ખાસ રાજ્ય અથવા તો રાજ્ય બહારની કે વિદેશની મહિલા ઓની વિગત પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે. પરંતુ આવી વીગતોની જાણ ન કરવા બદલ જાહેરનામાના બદલ ફરિયાદ નોંધાઈ છે.
આ કળીયુગ નથી તો શું છે...સુરતમાં પતિએ પત્નીને મિત્રને હવાલે કરી, ત્રણ મહિના શરીરસુખ