તેજસ દવે/મહેસાણા: મહેસાણા-વિસનગર હાઇવે ઉપર આવેલા બાસણા ગામના પાટિયા નજીક ખેતરમાંથી નગ્નઅવસ્થામાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક માહિતી અનુસાર વિસનગરના વાલમ ગામની યુવતીની લાશ હોવાનું પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર બે મિનિટમાં આ રીતે ડાઉનલોડ કરો તલાટીની પરીક્ષાનો કોલ લેટર, જાણો વિગતવાર


મહેસાણા ખાતે આવેલા એક મોલમાં નોકરી કરતી યુવતીનો મૃતદેહ નગ્ન હાલત માં મળતા યુવતી સાથે અઘટિત ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. યુવતીના શરીર ઉપરના તમામ કપડાં અને તેની પાસે ની બેગ મૃતદેહ થી 500 મીટર દૂર હાઇવે નજીક ખેતર માંથી મળી છે. બે દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ હત્યા થયેલી હાલતમાં મળતા વિસનગર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


દેશભરમાં કેમ મોખરે છે મહેસાણી લીંબુની ખટાશ, શું છે એવી ખાસિયત કે અન્ય દેશોમાં પણ...


ઘટનાસ્થળે વિકૃત હાલતમાં અને જાનવરે કરડી ખાધેલી હાલતમાં મૃતદેહ સુધી પહોંચેલી પોલીસ એ હત્યાની સાથે દુષ્કર્મની શંકા આધારે હત્યાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી દીધા છે. પ્રાથમિક તબક્કે યુવતીને ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવતીની લાશને અમદાવાદ ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવી છે.


300 બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ શાક, જાણો કઈ-કઈ રીતે કરી શકો તેનો ઉપયોગ