મૌલિક ધામેચા/અમદાવાદ: ડીજીપીએ આપેલા નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવાના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચે 99.54 લાખનો 332 કિલો ગાંજાનો જથ્થો સુરતના પિપોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચની ટીમે ચોક્કસ બાતમીને આધારે 30.745 કિલો ગાંજો પકડ્યો હતો. જેમા અબ્દુલઇમરાન શેખ અને નોમાન શેખની ધરપકડ કરી હતી. જ્યારે તમેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ સુરતના કીમ પાસેથી વીકી નામના શખ્શના સંપર્કમાં હતા. પોલીસે તપાસમા આ નેટવર્કમાં શોધી કાઢ્યું હતું.


દેશની રક્ષાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં તૈયાર થઇ 6 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ‘અનોખી રાખડી’


પોલીસે સુરતમાં તપાસ કરતા આરોપીઓના ગોડાઉન પરથી 96 લાખ 60 હજારની મત્તાનો કુલ 332કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. તપાસમાં જણવા મળ્યું કે અગરબત્તી અને ખાતરના ગોડાઉનની આડમાં ગાંજાનો મોટી માત્રામાં જથ્થો છુપાવી રાખતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વીકી ઉર્ફે દિપુ નામનો વ્યક્તિ ઓડિસાથી આ નેટવર્ક ચલાવી રહ્યો છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. 


જુઓ LIVE TV :