મૌલિક ધામેચા/અમદાવાદ : BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે. જેમાં સૌપ્રથમ અમદાવાદના પાંજરાપોળ પાસે 21 નવેમ્બરના રોજ થયેલા અકસ્માતમાં બે સગા ભાઈઓનું BRTS સાથે ટક્કર થતાં મોત થયાની ઘટનામાં BRTS ચાલકની બેદરકારી FSL રિપોર્ટમાં બહાર આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ? બંટી બબલીની પોલીસે કરી ધરપકડ
 
અમદાવાદના પાંજરાપોળ ખાતે 21 નવેમ્બરના રોજ બાઈક પર સવાર બે સગા ભાઈઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ BRTS બસ ચાલકે તેમના પર બસ ફેરવી દીધી. બંને ભાઈઓના કરૂણ મોત નિપજ્યા. આ ઘટનામાં FSL રિપોર્ટ જાહેર થતાં  BRTS બસ ચાલકે બંને યુવકોને અડફેટે લીધા હતા. તે દરમિયાન બ્રેક મારવાની કોશિશ કરી નહોતી તેવું ફલિત થયું છે. બાદમાં જ્યારે લોકોનું ટોળું ઉમટ્યું ત્યારે બસ ચાલકને બ્રેક મારવાની ફરજ પડી હતી. એપ્રિલના રિપોર્ટની જાહેરાત બાદ પોલીસે BRTS બસના ચાલક ચિરાગ પ્રજાપતિ સામે માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. આ બાબતે રાજ્યના ગૃહ પ્રધાને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.


દ્વારકાના મહેમાન બન્યા વિદેશી પક્ષી, પણ નાગરિકો કરી રહ્યા છે એવું કે માથુ શરમથી નમી જશે


સુરતમાં GSRTC બસનો ચાલક અકસ્માત સર્જી ફરાર, મુસાફરો અટવાયા


રાજ્યના ગૃહ પ્રધાને કડક શબ્દોમાં કહ્યું છે કે જો કોઈપણ BRTS ચાલક સ્પીડમાં ગાડી ચલાવશે અથવા તો ગેરરીતિ દાખવશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેમાં તાજેતરના ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પાંજરાપોળ ખાતે થયેલા અકસ્માતમાં BRTS ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિની બેદરકારીના કારણે  બે પરિણીત યુવકો મોતને ભેટ્યા. ત્યારે ગૃહ રાજ્યમત્રી  હવે BRTS અકસ્માત બાબતે ઊંડાણ પૂર્વક ની કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube