શૈલેષ ચોહાણ/ સાબરકાંઠા : ગુજરાતના બહુચર્ચિત પેપર લીક મામલે ગતરોજ પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તુષાર મેરને આજે કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરાઇ હતી. જો કે કોર્ટ દ્વારા પોલીસને હેડ ક્લાર્ક પેપર કૌભાંડ મામલે આજે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાતના બહુચર્ચિત હેડ ક્લાર્ક પેપર લિંક મામલે છ માસથી પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે ગતરોજ પાલીતાણાના સોનપરી ગામના તુષાર કિશોરભાઈ મેરની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘરાજાએ ભીમ અગિયારસનું મૂહર્ત સાચવ્યું, સૌરાષ્ટ્ર દક્ષિણ પર ઓળઘોળ થયા


જેને આજે પોલીસ દ્વારા પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે દ્વારા ૧૬ મી જૂન સુધી સવારે ૧૧ વાગ્યા સુધીના સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સાથોસાથ પોલીસ દ્વારા હેડ ક્લાર્ક પેપર કૌભાંડમાં હજુ પણ છેવાડાના આરોપી સુધી પહોંચવા માટે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે દ્વારા ૬ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં ૫૪ જેટલા આરોપીઓના નામ જાહેર થઈ ચૂકયા છે. જે પૈકી ૩૬ આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી ૨૯ જેટલા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે તેમજ ૬ આરોપીઓ જેલના સળિયા પાછળ છે. 


GUJARAT CORONA UPDATE: 154 નવા કેસ, 58 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


૧૨ જેટલા આરોપીઓ પોલીસ પક્ડથી દુર છે. તેવા સંજોગો ગતરોજ જ ભાવનગર જિલ્લાના પાલીતાણાના સોનપરીના પરીક્ષાર્થી અને પેપર લીકમાં મહત્વની ભૂમિકા દાના ડાંગરના મિત્ર અને અમદાવાદના વસ્ત્રાપુરમાં પરીક્ષા આપનાર તુષાર કિશોર મેરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જો કે આગામી સમયમાં સૌરાષ્ટ્ર લોબીમાંથી પણ વધુ નામ ખૂલવાની સંભાવના છે ત્યારે આગામી સમયમાં આરોપી તરીકે ઝડપાયેલા તુષાર મેર પાસેથી પણ મોટા નામ ખૂલવાની સંભાવના રહેલી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube