મહેસાણાઃ જિલ્લાના કડીથી રાજપુર જતા રોડ પર મોટા પાયે થતા વિદેશી દારુના કટિંગના રેકેટને ઝડપી લેવામાં સ્થાનિક ગુના શોધક શાખાને સફળતા મળી છે. પોલીસે રાત્રી દરમ્યાન કરેલ રેડ દરમ્યાન કુલ રૂ.૩૭.૯૮ લાખના મુદ્દામાલને જપ્ત કર્યો છે. તો બીજી તરફ ફિલ્મી ઢબે થયેલી આ રેડ દરમ્યાન પોલીસ અને બુટલેગર વચ્ચે ઝપાઝપી અને મારામારીના વચ્ચે પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.


મહેસાણા જીલ્લામાં વિદેશી દારુણા વેપાર સાથે સંકળાયેલા બુટલેગર સક્રિય થયાની ફરિયાદો વચ્ચે પોલીસને કટિંગનું મોટું રેકેટ ઝડપી લેવામાં સફળતા મળી છે. કડીના રાજપુર ગામ પાસે અંબુજા કોલોની પાછળ આવેલી ખુલ્લા પ્લોટની જગ્યામાંથી પોલીસે રૂપિયા ૩૭.૯૮ લાખનો વિદેશી દારુ ઝડપ્યો છે. તો બીજી તરફ મહેસાણા એલ સી બી એ કરેલી રેડ દરમ્યાન આ સ્થળે દારૂનું કટિંગ કરતા શક્ષોએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરીંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બુટલેગરની ગાડીના ચાલકને પણ ઈજા પહોચી છે. જો કે, પોલીસે હિંમત પૂર્વક ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા છે. તો એક આરોપી ફરાર થયો છે. ઝડપાયેલ આરોપીઓમાં ભજનલાલ બિશ્નોઈ, ડામોર લાલાભાઈ અને બિશ્નોઈ બંસીલાલ નામના ત્રણ શકશો ઝડપાયા છે. આ તમામ શકશો સામે પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.