સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે પોલીસ તંત્ર સજ્જ, બહાર નિકળતા પહેલા ખાસ વાંચી લેજો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધીની કામગીરી અંગે માહિતી આપી હતી. રાજ્યમાં એક મહિનામાં 1401 ભાગેડુ આરોપીઓ પકડી પાડ્યા છે. 14486 હથિયાર જમા કરાયા છે. 97 આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં 8 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો છે. 3411 મથકો પર પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધીની કામગીરી અંગે માહિતી આપી હતી. રાજ્યમાં એક મહિનામાં 1401 ભાગેડુ આરોપીઓ પકડી પાડ્યા છે. 14486 હથિયાર જમા કરાયા છે. 97 આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં 8 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો છે. 3411 મથકો પર પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.
સુરતની સચિન GIDC મા અત્તર બનાવતી ફેક્ટરીમાં આગ, 6 ગાડીઓ ઘટના સ્થળે
6 મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજવાની છે. 23 તારીખે મતગણતરી છે. આ ઉપરાંત 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી 28 ફેબ્રુઆરીએ થશે. જેનું પરિણામ 2 માર્ચે આવશે. લોકશાહીનું આ પર્વ વિના કોઇ વિધ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
ખેડૂતોને દિવસે વિજળી આપવાનો અનોખો વિચાર આખા હિન્દુસ્તામાં ગુજરાત સરકારે કર્યો છે
લોકશાહીના મહાપર્વમાં કોઇ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઇ અસામાજીક તત્વો કોઇ હંગામો ન કરે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાવચેતી માટે કેટલાક શંકાસ્પદ ઇસમોની અટકાયત પણ કરી લેવાઇ છે. ગુનાહિત કૃત્ય ન થાય તે માટેની સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકામાં 47 હજાર લોકોની અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 1.5 લાખ અટકાયતી પગલા લેવાયા છે. આ ઉપરાંત જે અસામાજીક તત્વો વિરુદ્ધ પગલા લેવાની જરૂર હોય તેવા 7 હજાર ઇસમો વિરુદ્ધ પાસા, પ્રોહિબિશન 93 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 56/57 હેઠળ અટકાયતી પગલા લેવાયા છે. આ પ્રકારે કુલ 25,800 લોકો વિરુદ્ધ અટકાયતી પગલા લેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube