સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ભારે પડી દબંગાઈ, પોલીસે કરી લાલ આંખ
ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ થશે. હવે ચંદનસિંહ ઠાકોર સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.
તેજસ દવે, સિદ્ધપુર : હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતી બનેલી છે, ત્યારે આવી પરિસ્થિતીમાં લોકાડાઉનનું પાલન કરાવવાનું કામ પોલીસ માટે અઘરું બની ગયું છે. સામાન્ય જનતાની સાથેસાથે રાજકારણીઓને કંટ્રોલ કરવાનું પોલીસ માટે અઘરું બની ગયું છે. આજે સિદ્ધપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે બહુચરાજીમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની દાદાગીરી સામે આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચેકપોસ્ટ પાસે TRBના જવાને ગાડી રોકતા ધારાસભ્યએ ગાળો ભાંડી હતી. ઉગ્ર બોલાચાલી બાદ ચંદનજી ઠાકોરે TRBના જવાનને લાફો માર્યો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા ચંદનજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
જોકે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે કે ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ થશે. હવે ચંદનસિંહ ઠાકોર સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે પોલીસની કામગીરીમાં રુકાવટ અને લોકડાઉનની ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા SP ની સૂચના બાદ સિદ્ધપુરના ધારાસભ્ય ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube