પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પોલીસ આકરા પાણીએ
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે પોલીસ અને મેડિકલ સહિતના કોરોના સામે કામ કરી રહેલા લોકો પર હુમલા કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરીને એની માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરવન્સમાં તેમણે રાજ્યમાં પોલીસ પર વધી રહેલા હુમલાઓની ઘટનાની કડક નિંદા કરી હતી અને પોલીસ તેમજ મેડિકલ ટીમ પર હુમલાને કડક શબ્દોમાં વખોડી નાખ્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે પોલીસ અને મેડિકલ સહિતના કોરોના સામે કામ કરી રહેલા લોકો પર હુમલા કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
શિવાનંદ ઝાની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ
lockdown દરમિયાન હુમલાના ૩ બનાવમાં ૩ આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી છે.
રાજકોટ જેતપુર માં થયેલા હુમલામાં આરોપીઓને ભાષાના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમને સુરત જેલમાં મોકલી આપવામાં આવેલ છે.
સાબરકાંઠાના બે દિવસ પહેલાં આરોગ્ય કર્મચારી પર હુમલાનો બનાવ બન્યો હતો. આ કેસની કાર્યવાહીમાં ત્રણ આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરીને અલગઅલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
11એપ્રિલના રોજ બાયડ તાલુકામાં પોલીસ પર હુમલાના બનાવ બન્યો હતો. આ મામલામાં 11 લોકોને પાસા હેઠળ ધરપકડ કરી અલગઅલગ જગ્યાએ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
lockdown દરમિયાન બનેલા બનાવોમાં 6 બનાવોમાં 22 લોકો પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યના 418 ગુનાઓમાં 483 ની ધરપકડ કરવામાં આવી છે.
સુરા જમાત પર લોકડાઉન ભંગ બદલ કુલ 19 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
તબલિકી જમાત ના ચાર લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા.
લોકડાઉન 3 મે સુધી ચાલુ છે અને કરફ્યુમાં ફેરફાર હશે તો જાણ કરવામાં આવશે.
ગઇકાલ (તા.22/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત
જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2271
કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) : 853
અન્ય ગુનાઓ : 425(રાયોટીંગ/Disaster Management Actના)
આરોપી અટકની સંખ્યા : 4331
જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 3177
ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 317
CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 83
અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 19
અમદાવાદમાં આજ સુધીમાં કર્ફ્યુ ભંગના 164-ગુના, 197-લોકોની ધરપકડ
સુરતમાં આજ સુધી કર્ફ્યુ ભંગના 147-ગુના, 167-લોકોની ધરપકડ
રાજકોટમાં આજ સુધીના કર્ફ્યુ ભંગના 107-ગુના, 119-લોકોની ધરપકડ
હાલ સુધીમાં 97,761 વાહન મુક્ત કરવામાં આવેલ છે.
સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 189 ગુનાઓ દાખલ કરી 335 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.
ANPR આધારે આજ સુધીમાં 386 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube