અલકેશ રાવ, બનાસકાંઠા : બનાસકાંઠા (Banaskantha)ના છાપી હાઇવે પર પોલીસ પર હુમલાના મામલે પોલીસે ૪૦ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી છે પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ ૪૦ જેટલા આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી ગયા છે મહત્વના સમાચાર, રાજકોટવાસીઓ વાંચીને થથરી જશે


બનાસકાંઠાના છાપીમાં CCA અને NRCના વિરોધને લઈને ત્રણ દિવસ અગાઉ મુસ્લિમ સમાજ દ્વારા પરમિશન વગરની એક સભાનું આયોજન કરાયું હતું. આ સભા માટે પોલીસે પરમિશન ન આપતા હિંસક ટોળાએ પોલીસ પર હુમલો કરી પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ થયો હતો. પોલીસ પર પણ આ હુમલાની ઘટનાને લઈને પોલીસે 22 લોકો સામે નામ જોગ અને ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. ગઈ કાલે છાપી અને આસપાસનાં વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ હતું અને ૧૦૦ જેટલા લોકોને વેરિફિકેશન માટે લવાયા હતા.


પિકનિક પર આવેલા વિદ્યાર્થીને ભરખી જનારા વોટર રિસોર્ટની બહાર આવી ચોંકાવનારી હકીકત


આ વેરિફિકેશનમાં 40 જેટલા આરોપીઓ પોલીસ તપાસમાં સાબિત થતાં પોલીસે ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....