અમદાવાદ : આજે રાજ્યનાં પોલીસ વડાએ રાજ્યનાં કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતી પત્રકાર પરિષદ સંબોધી હતી. કોરોનાની ગંભીર થતી સ્થિતીને ડામવા માટે રાજ્યની પોલીસ હવે કડકમાં કડક પગલા ભરશે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું કે, અનેક વિસ્તારોમાં નાગરિકો દ્વારા પોલીસને સહકાર નથી આપવામાં આવી રહ્યો. લોકો બહાર નિકળી રહ્યા છે કેટલાક સ્થળો પર ક્વોરોન્ટાઇન કરવા ગયેલા પોલીસ જવાનો સાથે ઘર્ષણ જેવા કિસ્સા જાણમાં આવ્યા છે. પરંતુ હવે પોલીસ કોઇ પણ પ્રકારનુ ગેરવર્તણુંક સાંખી નહી લે અને કડક કાર્યવાહી કરશે. હવે લોકડાઉનને 7 દિવસ બાકી છે કડક અમલ થાય તે માટે પુરતા પ્રયત્નો કરીશું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે છે ત્યાં પોલીસ ફોર્સ વધારે મોકલવામાં આવશે. આ ઉપરાંત એસઆરપી ટુકડીઓની પણ મદદ લેવામાં આવશે. પોલીસ હવે કડક કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહી. જરૂર પડ્યે બળપ્રયોગ પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણઃ સિદ્ધપુર તાલુકાના 4 ગામ અને એક સોસાયટીને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા

ગ્રામ્ય વિસ્તારોમાં આ સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ તકેદારીનાં પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગની સુચના આપવામાં આવી છે. ગામડાઓમાં પણ કોઇ વ્યક્તિ શહેરમાંથી આવે તો તે ક્વોરોન્ટાઇન રહે અથવા તો ગ્રામલોકો તેને ક્વોરોન્ટિન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત બહારથી આવેલા લોકો ગામના લોકો કે વડીલોના સંપર્કમાં ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.


કોરોના વાયરસ સંક્રમણની કામગીરી સંભાળતા કર્મચારીનું મૃત્યુ થાય તો 25 લાખની સહાયઃ અશ્વિની કુમાર

આ ઉપરાંત સતત ખડેપગે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની હેલ્થની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. દરેક પોલીસ કર્મચારીની તબિયત મોનિટર કરવામાં આવી રહી છે. વધારેને વધારે ડ્રોન અને સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ વગર બહાર ન નિકળવા અને વિવિધ પાસ અને પરમિટનો દુરઉપયોગ નહી કરવા સુચના છે. જો દુરૂપયોગ કરતા પકડાશે તો પાસ પરમિટ તો રદ્દ થશે જ પરંતુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. 


અમદાવાદના નવા 13 કેસ લોકલ ટ્રાન્સમીશનથી, શહેરમાં કુલ 77 સંક્રમિતો

ડ્રોન દ્વારા ગઇકાલે 346 ગુના નોંધવામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજનાં આધારે 64 ગુના ગઇકાલે નોંધવામાં આવ્યા છે અને તેમની અટકાયત પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ નિવેદન કે ભાષણ આપનારા લોકોની વિરુદ્ધ 18 ગુના નોંધવામાં આવ્યા છે. નિઝામુદ્દીન સાથે સંકળાયેલા વધારે લોકોની ઓળખ થઇ છે આ સાથે કુલ 127 લોકો કુલની ઓલખ થઇ છે. 


કોરોના વાયરસ સામે લડવા અમદાવાદ કોર્પોરેશને મોબાઇલ ટેસ્ટીંગ વાન કરી લોન્ચ

નિઝામુદ્દીનથી આવેલા લોકો અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ નવસારી અને છોટાઉદેપુરમાં મોટા પ્રમાણમાં રોકાયા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં મેસેજ કરનાર અને તેને ફોરવર્ડ કરનાર બંન્ને વિરુદ્ધ ગુના દાખલ થઇ રહ્યા છે. રાજ્યનાં પોલીસ વિભાગનાં તમામ કર્મચારીઓ ખુબ જ સારી કામગીરી કરી રહ્યા છે. તમામ 8 કલાકનાં બદલે 12 કલાક જેટલો સમય કામગીરી કરી રહ્યા છે. 


ગુજરાતમાં કોરોનાનો ભરડો, નવા 19 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 165 થઈ

કચ્છની એક મહિલા કર્મચારી પોતાનાં 14  માસના બાળખ સાથે ફરજ બજાવી રહી ચે. આવા અનેક કિસ્સા પોલીસ વિભાગમાં જોવા મળી રહ્યા છે. માટે પોલીસને પુરતો સાથ અને સહકાર મળી રહે તે જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube