ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે. દરરોજ સંક્રમણનો આંકડો સતત વધી રહ્યો છે. આ વચ્ચે રાજ્ય સરકારે લોકોને રાહત આપી છે. રાજ્યના મંત્રી યોગેશ પટેલનો એક પત્ર વાયરલ થયો છે. તે પ્રમાણે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા હાલ પોલીસ માત્ર માસ્કનો દંડ વસૂલ કરશે. વાહન ચાલકો પાસે અન્ય કોઈ દંડ વસૂલ કરવામાં આવશે નહીં. પરંતુ હજુ આ અંગે રાજ્ય સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા યોગેશ પટેલ
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે કહ્યુ કે, આજે મુખ્યમંત્રી સાથે વાત કરી છે. રાજ્યના ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી પોલીસ માસ્ક સિવાયનો દંડ વસૂલ કરશે નહીં. કોરોના કાળમાં માત્ર માસ્ક પહેર્યુ ન હોય તો તેનો દંડ વસૂલ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ 


આજથી થઈ જશે આ નિયમનો અમલ
યોગેશ પટેલે કહ્યુ કે, મહામારીમાં વાહન ચાલકો સામે આરટીઓ નિયમ ભંગના કેસો આવતા હોય છે. આવા સમયે લોકોvs ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે, તેની રજૂઆત કરવામાં આવી છે. 


[[{"fid":"321788","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


યોગેશ પટેલે કહ્યુ કે, હજારો રૂપિયાનો દંડ ભરવાની સાથે આરટીઓમાંથી વાહન છોડાવવામાં દિવસો નિકળી જાય છે અને ત્યાં લોકોની ભીડ થાય છે. મંત્રી યોગેશ પટેલની રજૂઆત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સૂચના આપી છે. પોલીસ હવે લોકો પાસે ખાલી માસ્કનો દંડ વસૂલ કરશે, તેમ યોગેશ પટેલે કર્યુ છે. 


આરટીઓ કર્મચારીઓ પણ થઈ રહ્યા છે સંક્રમિત
આરટીઓમાં વાહનના કામ માટે લોકોના ટોળા જોવા મળે છે. તેથી ત્યાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં અમદાવાદ વસ્ત્રાલ આરટીઓના 25 જેટલા કર્મચારી સંક્રમિત થયા હતા. હવે આરટીઓમાં લોકોની ભીડ ઓછી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube