POLICE કરશે કડક કાર્યવાહી: જો આ ત્રણ સ્ટીકર ન હોય તો બહાર ન નીકળતા નહી તો મોર બોલશે
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ભયાનક હદે વકરી રહ્યું છે. જો કે નાગરિકો કોઇ પણ પ્રકારની ગાઇડલાઇન વગર બેખોફ ફરી રહ્યા છે. નાઇટ કર્ફ્યૂ હોવા છતા પણ લોકો બહાર રખડવા માટે નિકળી રહ્યા છે. તેના કારણે સરકારે હવે રાત્રી કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવા માટે લાલ આંખ કરી છે. પોલીસને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ભયાનક હદે વકરી રહ્યું છે. જો કે નાગરિકો કોઇ પણ પ્રકારની ગાઇડલાઇન વગર બેખોફ ફરી રહ્યા છે. નાઇટ કર્ફ્યૂ હોવા છતા પણ લોકો બહાર રખડવા માટે નિકળી રહ્યા છે. તેના કારણે સરકારે હવે રાત્રી કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવા માટે લાલ આંખ કરી છે. પોલીસને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.
સરકારનાં આદેશ બાદ નાઈટ કરફ્યુનું ચુસ્ત પાલન કરાવવા અને આવશ્યક સેવાને મુશ્કેલી પડે નહિ તે માટે શહેર પોલીસ દ્વારા જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે. આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર સ્ટીકર લગાવવા આવશે. મેડિકલ , પેરામેડીકલ સ્ટાફ , ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરના સ્ટીકર લગાવવામાં આવશે.
આ ઉપરાંત ખાદ્ય સામગ્રી , સાકભાજી , ફ્રૂટ , ફળફળાદી , દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે. Amc કર્મચારી , ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકરની વ્યવસ્થા અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકરો આપવામાં આવ્યા છે. રાત્રી કરફ્યુ દરમ્યાન આ ત્રણ સ્ટીકર ધરાવનાર લોકોને અવર જવરમાં સરળતા રહે તે માટે પોલીસનો નવો નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube