મૌલિક ધામેચા, અમદાવાદ : અમદાવાદમાં કોરોના (Corona)ની પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેમણે આપેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 1580 ગુના નોંધી 4767ની ધરપકડ કરાઇ  છે. આ સિવાય કલમ144 અને 188ના ભંગ બદલ 1499 ગુના નોંધી 4625 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા એપેડેમીક ડીસીઝ એકટ મુજબ 76 ગુના નોંધાયા અને કુલ 126 લોકોની ધરપકડ કરાઈ છે.  પોલીસે 25 ડ્રોન દ્વારા 18 ગુના નોંધી 60થી વધુ લોકોને પકડ્યા છે તેમજ ગઈકાલે 639 વાહનો ડિટેઇન કરી ₹ 7.36 લાખ દંડ વસુલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય લીધો છે. 


મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ ટીમ મૂકવામાં આવશે. હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ થશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે જો કે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. 


વધતા કેસોને લઈને આજથી અમદાવાદનો નહેરુબ્રિજ બંધ કરાયો છે. બેરીકેટ્સ અને પતરા મારી બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. કોટ વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને જોતા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે નહેરુબ્રિજ બંધ કરાયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી નહેરુબ્રિજ બંધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube