રાજ્યમાં ઉડી રાજકીય પતંગો, કોંગ્રેસે મોંઘવારી, પેપર કાંડ, બેરોજગારીના સ્લોગનવાળી પતંગો ઉડાવી
જગદીશ ઠાકોરે અલગ અલગ સ્લોગન સાથે પતંગ ઉડાવી હતી. જેમાં પેપર કાંડ, કોરોના મૃતકોને સહાય અને બેરોજગારોની પતંગો ઠાકોરે ઉડાવી હતી.
ગૌરવ પટેલ, અમદાવાદ: આજે રાજ્યભરમાં ઉત્તરાયણ (uttarayan) પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ ચાલી રહ્યું છે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધાબા પર લોકો એકઠા થઈ રહ્યા છે. જોકે, અગાઉની જેમ વહેલી સવારે અગાશી પર વધુ લોકો જોવા મળ્યા હતા.
કાતિલ ઠંડીને લીધે પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો. આકાશમાં માત્ર ગણતરીના જ પતંગો ઉડી રહ્યા છે. પરંતુ બપોર પછી પવન પણ ધીમો પડતાં લોકો ધાબે ચડેલા નજરે પડી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ મોંઘવારીનો વિરોધ કરતાં પતંગ ઉડાવી હતી અને ગુજરાતીઓને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. જગદીશ ઠાકોર પ્રમુખ તરીકે નહી પણ સામાન્ય પતંગ રસિયાના મૂડમાં જોવા મળ્યા હતા.
રાજ નેતા તરીકે જભ્ભા લેંગા અને કોટીમાં જોવા મળતા જગદીશ ઠાકોર આજે ટીશર્ટ પેન્ટ અને એવીએટર ચશ્મામાં સજ્જ જોવા મળ્યા હતા. જગદીશ ઠાકોરે અલગ અલગ સ્લોગન સાથે પતંગ ઉડાવી હતી. જેમાં પેપર કાંડ, કોરોના મૃતકોને સહાય અને બેરોજગારોની પતંગો ઠાકોરે ઉડાવી હતી.
ચાંદ વાલા મુખડા લેકે.. ધાબ પર ચડ્યા દેવ પગલી, કોરોનાને લઇને કરી આ અપીલ
જગદીશ ઠાકોરે દાવો કર્યો હતો કે ભાજપ સરકારની પતંગો વિણી વીણીને કાપવામાં આવશે. 2022માં 125 પતંગો સાથે સરકાર બનાવીશું અને ભાજપની પતંગ કાપીશ. વર્ષ ૨૦૨૩ માં લોકો નિજાનંદ સાથે પતંગોની મજા માણશે.
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં શાંતિનો પતંગ ચગે, બેરોજગારોને રોજગારી મળતી નથી. સરકાર એનો પતંગ ચગાવવા માંગે છે. ખોટા લોકોને સરકાર પ્રોત્સાહન આપે છે. ભ્રષ્ટાચારીઓના ચગી રહેલા પતંગને કાપવાના છે. મુશ્કેલી ભોગવતા ખેડૂતોને બચાવવાનો પતંગ ચગાવવાનો છે. તેમણે આગળ કહ્યું હતું કે ભાજપ મોંઘવારીનો પતંગ ચગાવે છે તે પતંગને કોગ્રેસ વિણી વીણીને કાપશે. ઢીલ છોડી, ખેંચી અને જરૂર પડે ગોથ મારીને પતંગ કાપવાનાં આવશે. હકની નોકરી માંગતા યુવાનો સાથે સરકારે અન્યાય કર્યો છે. યુવાનો નશા ખોરી તરફ ધકેલાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube