ગૌરવ દવે/રાજકોટ :ભગવાનનુ મંદિર હોય તો કેવા ભેદભાવ અને કેવા ઝઘડા... અહી તો નાતજાતના ભેદભાવ પણ ભૂલાઈ જતા હોય છે. ત્યારે રાજકોટની રથયાત્રામાં રાજકીય મતભેદ ભૂલાયા હતા. પડદા પાછળ એકબીજાને રાજકીય દુશ્મનો ગણતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા મતભેદ ભૂલીને વેલનાથ બાપુની શોભાયાત્રામાં એક જ જીપ પર એકસાથે સવાર થયેલા જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કોળી સમાજ દ્વારા અષાઢી બીજે સંત વેલનાથ બાપુનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે રાજકોટમાં વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં વેલનાથ બાપુની મૂર્તિ રાખવામાં આવી હતી. સંતનો રથ આખા શહેરમાં ફેરવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કોળી સમાજના યુવકોમાં આ શોભાયાત્રાને લઈને ભારે ઉત્સાહ હતો. તો સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામા આવ્યુ હતું. શોભાયાત્રામાં કોળી સમાજના યુવકોએ અનેક કરતબ પણ બતાવ્યા હતા. 


આ પણ વાંચો : રાજસ્થાનના કન્હૈયાની જેમ ગુજરાતી યુવકને મળી મોતની ધમકી, કહ્યું-તારું પણ ગળુ કાપી નાંખીશું


રાજકારણમાં રથયાત્રાનો રંગ ચઢ્યો 
સૌરાષ્ટ્રના રાજકારણમાં કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાનો ખટરાગ જગજાહેર છે. સી.આર. પાટીલ સાથેની મુલાકાતને લઈને આંતરિક ખટરાગ ચરમસીમા પર પહોંચ્યો હતો. બંનેએ એકબીજા વિરૂદ્ધ નિવેદનબાજી કરતા જોવા મળ્યા હતા. પરંતુ ભગવાનના પ્રસંગમાં રાજકીય ભેદ ભૂલાયો હતો. બંને એક જ જીપ પર બાજુબાજુમાં સવાર થયેલા જોવા મળ્યા હતા. જોકે, આ અંગે પૂછવા પર કુંવરજી બાવળિયા બોલ્યા હતા કે, હુ અને દેવજીભાઈ એક જ છીએ. આ શોભાયાત્રા શક્તિ પ્રદર્શન નથી. દેવજીભાઈ અને સમાજના અન્ય નેતાઓ બધા અમે એક છીએ. ભૂતકાળમાં બન્યું એ ભૂલી જાવ, કોઈ ટીખળ કરીને સમાજને વિખેરવાનો પ્રયત્ન કર્યો પણ આજ સમાજ એક છે. 


આ પણ વાંચો : બોરસદનું સ્વંયભૂ શિવલિંગનું સ્થળ બની ગયુ પિકનિક સ્પોટ, રોજ 5 હજાર લોકો આવે છે


બે વર્ષ બાદ રાજકોટમા રથયાત્રા
રાજકોટમાં પણ વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. બે વર્ષ બાદ રાજમાર્ગો પર જય જગન્નાથનો જયનાદ ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રા રુટ પર ડ્રોન કેમેરાથી પોલીસે બાજનજર રાખી હતી. જેથી સાંજે શાંતિથી શહેરભરમાં પરિભ્રમણ કરીને રથયાત્રા પરત ફરી શકે. રથયાત્રાના રૂટ પર 300 કિલો મગના પ્રસાદનું વિતરણ કરાયુ હતું.