જયેશ ભોજાણી/ગોંડલ :રાજકોટની ગોંડલ વિધાનસભાની સીટ પર બે બાહુબલીઓ વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જૂથ પણ મેદાને આવી ગયું છે. રીબડા જૂથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. ગોંડલ વિધાનસભા બેઠક રીબડા પંથકના ગ્રામ્ય વિસ્તારોની લીડના કારણે જીતે છે. અમે પાર્ટીમાં રજૂઆત કરીશું કે જયરાજસિંહના પરિવાર સિવાય અન્ય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. સાથે જ જયંતિ ઢોલે આત્મહત્યાની પણ ચીમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ-ગોંડલ વિધાનસભા સીટ પર બે બાહુબલીઓની લડાઇ ચાલી રહી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જૂથ પણ મેદાને છે. જયરાજસિંહે કરેલા એક એક આક્ષેપોના જવાબ રીબડા જૂથે આપ્યા છે. રીબડા જુથના મુખ્ય ટેકેદાર અને પાટીદાર સમાજના અગ્રણી જયંતિ ઢોલે કહ્યું કે, જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. ગોંડલ વિધાનસભા બેઠક રીબડા પંથકના ગ્રામ્ય વિસ્તારોની લીડના કારણે જીતે છે, અમે પાર્ટીમાં રજૂઆત કરીશું કે જયરાજસિંહના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. જો અન્ય વ્યક્તિને ટિકીટ મળી અને ન જીતાડી શકું તો માંડવી ચોકમાં આત્મહત્યા કરી લઇશ. 


આ પણ વાંચો : સરકારી નોકરી શોધનારાઓ માટે મોટી ખબર, વય મર્યાદામાં આપી મોટી છૂટ


જયંતિ ઢોલે આગળ કહ્યું કે, જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું, ત્યાં જઈ મેં ભાજપનો પ્રચાર પ્રસાર કર્યો છે. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું. જો જયરાજ સિંહ તેમજ તેમના પરિવાર સિવાયના લોકોને ટિકિટ આપવામાં આવશે તો તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે. જો હું જીતાડું નહિ તો માંડવી ચોકમાં આવેલ માતાજીના મંદિરે આપઘાત કરીશ.


તો બીજી તરફ ટિકિટ મુદ્દે ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, ભાજપમાંથી ટિકિટ મળશે તો જ પ્રચાર કરીશું. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ ટિકિટ આપશે તો લડશું નહિ. ભાજપ જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ આપશે તો પણ અમે ભાજપ માટે જે કામ કરીશું. પણ ગોંડલ માટે કામ કરશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નહિ.


રીબડા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે, અમારી પર રીબડા પરિવારનું કોઇ દબાણ નથી. રીબડા પરિવારને કારણે અમારી ઈન્ડસ્ટ્રીઝ સુરક્ષિત છે. જમીન વેચાણમાં પણ કોઇ દલાલી કે કંઇ આપવું પડ્યુ નથી.