બ્રિજેશ દોશી, અમદાવાદ: દિલ્હી (Delhi) ની કેજરીવાલ (Arvind Kejriwal) સરકાર (Government) ની કોરોનામાં.સ્વજનો ગુમાવનાર બાળકોને સહાયની યોજના અંગે આજે ગુજરાતમાં અપાયેલી જાહેરખબરોએ નવો વિવાદ ઊભો કર્યો છે. દિલ્હી સરકારની જાહેર ખબરો પર ભાજપે (BJP) વળતો પ્રહાર કર્યો અને ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ દિલ્હી સરકારની જાહેરાતો (Advertisement) પર સવાલ ઉઠાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે ગુજરાતના વિવિધ સમાચાર માધ્યમોમાં દિલ્હી સરકારની કોવિડ સમયની કામગીરી અને યોજના અંગે આપેલી જાહેરાતોનો ખર્ચ રૂપિયા 75 લાખથી વધુ થવા જાય છે. જ્યારે કેજરીવાલ સરકાર કોરોનામાં સ્વજનો ગુમાવનાર બાળકોને પ્રતિમાસ ફક્ત 2500 રૂપિયા આપે છે. તેની સામે ગુજરાત સરકાર પ્રતિમાસ 4000 રૂપિયા આપે છે.

Amit Shah ફરી આવશે ગુજરાત, મંગળા આરતી અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી


આ ઉપરાંત કોરોના (Coronavirus) કાળમાં આવા બાળકો નો ખર્ચ રૂપાણી સરકાર ઉપાડી રહી છે. કેજરીવાલ સરકાર જાહેરાતો પર જે ખર્ચ કરી રહી છે. તે ખર્ચ આવા બાળકો માટે કર્યો હોત તો તેમને કેટલો ફાયદો થાય તેવો સવાલ પણ ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઉઠાવ્યો છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ (Kejriwal Government) સરકારે ગુજરાતી સમાચાર માધ્યમોમાં આપેલી જાહેરાતથી ગુજરાતની જનતાને સીધો કોઈ લાભ નથી ત્યારે આવા ખર્ચાથી કેજરીવાલ સરકાર શું સાબિત કરવા માંગે છે.


આજે જ કોરોના કાળ (Coronavirus) માં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે મુખ્યમંત્રી રૂપાણી (Vijay Rupani) એ સંવાદ કર્યો અને તેમને હવે 21 વર્ષની વય સુધી સહાયની જાહેરાત કરી.હતી. કેજરીવાલ સરકારની જાહેરાત બાબતે મુખ્યમંત્રી રૂપાણીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર (Kejriwal Government) ને ફક્ત પ્રસિદ્ધિમાં રસ છે જ્યારે અમને યોજનાઓ પૂરી કરવામાં આવે. અમે જાહેરાત કર્યા બાદ યોજનાનો અમલ પણ કર્યો અને બાળકોને સહાય પૂરી પાડી પણ તેની પ્રસિદ્ધિ નથી કરી, જ્યારે કેજરીવાલ સરકાર ફક્ત અને ફક્ત પ્રસિદ્ધિ કરવામાં વ્યસ્ત છે.

Nikhil Savani એ યુથ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પૈસાદાર લોકો જ બની શકે યુથ કોંગ્રેસના પ્રમુખ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભલે દોઢ વર્ષની વાર હોય પણ ભાજપ અને આપ વચ્ચે અત્યારથી જ લડાઈ શરૂ થઈ ચૂકી છે. ત્યારે સવાલ થાય છે કે આ બધી વાતમાં કોંગ્રેસ ક્યાં છે. કોંગ્રેસે હંમેશા ભાજપ અને આપ ને સહયોગી ગણાવ્યા છે ત્યારે હાલ તો ભાજપએ કેજરીવાલ સરકારને ઘેરવાનો એક પણ મોકો જવા દીધો નથી. એક વાત સુનિશ્ચિત છે કે આવનારા દિવસોમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની લડાઈ વધુ મોટી થશે. ત્યારે જોવાનું રહેશે આ લડાઈમાં આપને જનતાનો કેટલો સાથ મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube