વાવમાં મતદાન પૂર્ણ! અંદાજિત 71 ટકા મતદાન; ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
Vav By Election Voting Day 2024: બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
બોપલમાં વિદ્યાર્થીનીની હત્યામાં મોટો ખુલાસો, પોલીસ કોન્સ્ટેબલે જ રહેંસી નાંખ્યો!
સુઈગામના મમાણા ગામે 80 વર્ષીય વૃદ્ધે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો કે વાવ બેઠકની પેટાચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે. હાલ તો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા છે. વાવ બેઠકની પેટાચૂંટણીમાં 70 ટકાથી વધુ મતદાન થયું છે. આ વોટિંગ કોનો વટ પાડશે તે 23 નવેમ્બરે જ ખબર પડશે.
પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય! હવે પશુઓ માટે આ યોજનામાં સરકાર આપશે રૂ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું વહેલી સવારે શરૂ થયેલું મતદાન 6 વાગતાની સાથે જ પૂર્ણ થયું છે. ભાજપ ,કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોનું ભાવિ મતદાન પૂર્ણ થતાં ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. જોકે આ વખતે વાવ વિધાનસભાના મતદારોએ ઉત્સાભેર વોટિંગ કર્યું છે ત્યારે આગામી 23 નવેમ્બરે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે ભાજપ -કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માંથી વાવની જનતાએ કોના તરફી મતદાન કર્યું છે અને કોના ઉપર ધારાસભ્ય બનાવવા માટે કળશ ઢોળ્યો છે.
સરકારનો ખુલાસો! 7 લોકોની બોગસ એન્જિયોપ્લાસ્ટી, ખ્યાતિએ પૈસા માટે ખોટા ચીરી નાંખ્યા
હવે જોવાનું એ રહ્યું કે મતગણતરીના દિવસે વાવની સીટ કોંગ્રેસ જાળવી રાખે છે કે પછી ભાજપ આ સીટ આંચકી લેવામાં સફળ થાય છે કે પછી અપક્ષ કોઈ કમાલ કરી જાય છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.