સાબરમતી નદીને પ્રદૂષિત કરતી સોસાયટીઓનો આજે હાઈકોર્ટમાં વારો પડ્યો, શું તમારું પાણી કનેક્શન કપાઈ જશે?
સાબરમતી નદીને પ્રદુષિત કરતા અટકાવવા મામલે આજે હાઈકોર્ટમાં AMC ને ટકોર કરવામાં આવી હતી. Amc એ કાપેલા કનેક્શન પર ફરી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થયાનો gpcbએ જવાબ રજૂ કર્યો હતો.
આશ્કા જાની/અમદાવાદ: શહેરમાં સાબરમતી નદીને પ્રદૂષિત કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી કરાઈ હતી. જેમાં નામદાર કોર્ટે સોસાયટીઓનો વારો પાડ્યો હતો. કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે સાબરમતી નદીને પ્રદુષિત કરતા કોઈને બક્ષવામાં આવશે નહીં. દૂષિત પાણી સાબરમતી નદીમાં છોડવામાં હવે રહેણાંક સોસાયટીઓ પોતાનું દૂષિત પાણી નદીમાં છોડે છે તેમની સામે નારાજગી વ્યક્ત કરતા લાલ આંખ કરી છે. શહેરની જે તે સોસાયટીઓ દૂષિત પાણી છોડે છે, તેમની સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે. વધુમાં જણાવ્યું છે કે રહેણાંક સોસાયટીઓ જરૂર પડે તો પાણી કનેક્શન કટ કરો.
આ વિશે જાણવા મળ્યું છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલક તરફથી હાજર રહેલા એડવોકેટે ગુજરાત કોર્ટમાં જણાવ્યું હતું કે, કુલ 12 જેટલી રહેણાંક સોસાયટીઓ પોતાનું કનેક્શન ખોટી રીતે STPમાં જોડેલું છે. જે બાબતે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને AMCને આ પ્રકારની રહેણાંક સોસાયટી સામે કડક કાર્યવાહી કરી સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે, અને તેમના તમામ પ્રકારના કનેક્શન કાપી નાખવા પણ જણાવ્યું છે.
સાબરમતી નદીને પ્રદુષિત કરતા અટકાવવા મામલે આજે હાઈકોર્ટમાં AMC ને ટકોર કરવામાં આવી હતી. Amc એ કાપેલા કનેક્શન પર ફરી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થયાનો gpcbએ જવાબ રજૂ કર્યો હતો. ફરીથી શરુ થયેલ એકમો સામે પોલીસ ફરિયાદ કરવા hc એ amcને નિર્દેશ પણ કર્યો છે. જેમાં 4 એકમોએ પાણીના નિકાલ માટે કોર્ટમાં દાદ માંગી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કોર્ટે પાણીના નિકાલ માટે કોઈપણ બાબત ચલાવી નહીં લેવા જણાવ્યું છે અને જુના કાયદા કોર્ટને ન સમજાવવા કોર્ટનું અવલોકન છે.
મહત્ત્વનું છે કે આ મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube