Air Quality Index Gujarat: પ્રશાંત ઢીવરે/સુરત: ગુજરાતની હવામાં સાડા ત્રણ સિગારેટનો નશો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ હવા માં પ્રદુષણ માં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સુરતમાં હવામાનમાં બદલાવની સાથે અહીંની હવામાં પણ બદલાવ આવ્યો છે હવે સુરતની હવામાં વધુ ઝેર છે. તેટલું ઝેર, કે સાડા ત્રણ સિગારેટ પીધા પછી ફેફસામાં જેટલું ઝેર જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત


સુરતમાં દરેક વ્યક્તિ સિગારેટ પીધા વિના પણ દરરોજ એટલું ઝેર પી રહ્યો છે.તો AQI, જે દેશમાં હવાની સ્વચ્છતાને માપે છે.તે હાલમાં ગુજરાતમાં ખતરાના નિશાન પર ગુજારતાં AQI દેશના સરેરાશ AQI કરતા 1.6 ગણો વધારે નોંધાયો છે દેશની સૌથી સ્વચ્છ હવા હોવાનું બિરુદ મેળવનાર સુરતની પણ એવી જ હાલત છે. હાલમાં અહીંની હવા શ્વાસ લેવાથી પણ રોગોને આમંત્રણ મળી રહ્યું છે.ત્યારે સુરત શહેરમાં ખરાબ આબોહવા ને કારણે લોકો માસ્ક પેહરી ને રસ્તા પર નીકળવા મજબુર બન્યા હોઈ તેવા દ્રસ્યો સામે આવી રહ્યા છે.


વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી


ઉલ્લેખનીય છે કે, શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત 400ને પાર થઈ ગયો છે. ગુજરાતમાં પણ ધીરે-ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે. 19 નવેમ્બરના  સુરતમાં સૌથી વઘુ 263નો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો. ગુજરાતીઓ હાલ દિવસમાં બે સિગારેટ પીવે તેટલું પ્રદૂષણનું પ્રમાણ છે. 


દૈનિક રાશિફળ 26 ડિસેમ્બર: કુંભ રાશિ માટે આજે ધન પ્રાપ્તિનો યોગ, આજનું રાશિફળ


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના માપદંડ કરતાં પણ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ 60 ગણું વધારે છે. દિલ્હીમાં હાલ પ્રદૂષણનું પ્રમાણ દિવસમાં 49 સિગારેટ પીવા સમાન છે. જેના ઉપરથી જ દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. અન્ય રાજ્યોમાંથી હરિયાણામાં 29, બિહારમાં 10, ઉત્તર પ્રદેશમાં 9.50, ઓડિશા-બંગાળ-રાજસ્થાનમાં 7.5, સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ છે.