રઘુવીર મકવાણા/બોટાદ :ગુજરાતમાં સ્વામીનારાયણ મંદિરો હવે શંકાના ઘેરામાં આવી રહ્યાં છે. સ્વામીનારાયણ મંદિરોમાં મોતના સિલસિલા યથાવત જોવા મળ્યાં છે. ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં એક પૂજારીનો મૃતદેહ મળી આવ્યો છે. BAPS મંદિરમાંથી મળી આવેલ પૂજારીના શંકાસ્પદ મૃતદેહને લઈ મંદિરમાં પોલીસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો છે. પ્રતાપસિંહ સિંધા નામના પૂજારીનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપિસંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં તેમનો મૃતદેહ મળી આવી ચકચાર મચી ગઈ હતી. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે બોટાદ પોલીસ તપાસમાં લાગી છે. ઘટનાની જાણ થતાં DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો મંદિરમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : આજની પોઝિટિવ સ્ટોરી : ASI શૈલેષે પોતાના જીવની પરવાહ ન કરી, નર્મદામાં મોતની છલાંગ લગાવનાર મહિલાને બચાવી 


ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ મંદિરોમાં સતત વધી રહેલી આ પ્રકારની ઘટના બનતા ભક્તોમાં કાનાફૂસી શરૂ થઈ છે. થોડા મહિના પહેલા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું મોત થયુ હતું. ગુણાતીત સ્વામીના નિધનના કારણો અંગે ઘણા તર્ક વિતર્ક થયા હતા. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી હતી.